ડાંગ જિલ્લામાં દારૂની હેરાફેરી કરનાર બે ઈસમોને પોલીસે દબોચ્યા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં દારૂની હેરાફેરી કરનાર બે ઈસમોને પોલીસે દબોચ્યા:
દિનકર બંગાળ, વઘઈ : સેવા, સુરક્ષા અને શાંતિ માટે જાણીતી ડાંગ પોલીસ હરહંમેશ ચો-તરફ બાજ નજર રાખી પેટ્રોલીંગ કરી શાંતિ અને સુરક્ષા જિલ્લાના નાગરિકોને પુરી પાડતી હોય. ગતરોજ પેટ્રોલીંગ દરમિયાન ભારતીય બનાવટી દેશી મદિરાની હેરાફેરી કરનાર બે ઈસમોને ડાંગ પોલીસે દબોચ્યા છે. ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ખાનગી વાહનમાં બેસી જિલ્લાના વિસ્તારમાં પ્રોહી/જુગાર તથા નાકાબંદી અંગે ચુસ્ત પેટ્રોલીંગમાં તહેનાત હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમી અનુસાર, કોઈ શંકાસ્પદ યુવાનો બાઈક પર કાળા કલરની બેગ સાથે પીપલદહાડથી સુબીર તરફ આવી રહ્યા છે. ત્યારે સુબીરના કરંજપાડા જોગથવા ત્રણ રસ્તા પાસે પોલીસ વોચમાં હતી. અને એક કાળા કલરની યામાહા MT – 15 બાઇક નં.GJ-30-E-9052 ની અટકાયત કરી હતી. બાઈક પર સવાર એક યુવાન પાસે કાળા કલરની બેગમાંથી ભારતીય બનાવટનો દેશી દારૂની બોટલો 100 નંગ હતી. જેની એક બોટલની કિંમત 35 રૂપિયા હતી.એમ કુલ 3,500 રૂપિયાની દેશી દારૂ ઝડપી હતી. સાથે બાઈક મળીને કુલ 1,03,500 નો મુદ્દોમાલ પોલીસે કબ્જે કર્યો છે. અને બાઈક પર સવાર બે આરોપી નામે (૧) કૃણાલભાઈ રામદાસભાઈ વારડે (૨) શિવદાસભાઈ દેવદાસભાઈ ગાંગુર્ડા ( રહે.ધવલીદોડ તા.આહવા જી.ડાંગ ) જેમની અટકાયત કરી, સુબીર પોલીસ મથકે પ્રોહી એક્ટ. અધિનિયમ હેઠળની કલમ- 65(a)(a), 98(2), 116-B મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.