Breaking News

તુમ આદિવાસી હો ક્યા, પહલે તુમ બોલના શિખો, ઈસલીએ તુમલોગ પીછડે હો: SBI બેન્ક મેનેજર, શામગહાન બ્રાંચ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

તુમ આદિવાસી હો ક્યા, પહલે તુમ બોલના શિખો, ઈસલીએ તુમલોગ પીછડે હો: SBI બેન્ક મેનેજર, શામગહાન બ્રાંચ

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં SBI બેન્કનો ગ્રાહક કામ માટે બેન્કમાં જતા બેન્ક મેનેજરે આદિવાસી સમાજને જ અભદ્ર ભાષા વાપરી ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. ગ્રાહકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને કોલ કરી આદિવાસી સમાજને નીચ કહી પોતાનાં સાથે કરેલ અભદ્ર વર્તન સાથે ભાષાનો ઉપયોગ કરતાં યુવકે ફરિયાદ નોંધાવી.

મળતી વિગતો મુજબ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં શામગહાન ગામ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા આવેલી છે. તા: ૧૫/૧૦/૨૦૨૪ ના રોજ અંદાજે ૨:૩૦ ના અરસામાં દિનકર નામનો યુવક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શામગહાન બ્રાંચનો ગ્રાહક બ્રાંચમાં On Service Provider’s Letterhead ના ફોર્મ પર બેન્કના જવાબદાર અધિકારીના સહિ સિક્કા કરવા ગયો હતો. યુવકે બેન્ક મેનેજરને કામગીરી‌ અંગેની વાત કરી હતી. પરંતુ બેન્ક મેનેજરે ક્યાંનો છે આદિવાસી છે કે તેમ પુછી યુવકે હ હું ડાંગ જિલ્લાનો જ છું અને આદિવાસી છું કહેતાની સાથે જ આદિવાસી સમાજ અંગે બેન્ક મેનેજરે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી યુવકને અપશબ્દો બોલ્યા હતા. કે, તુમ‌ આદિવાસી લોગ પહલે બોલના શિખો તુમ લોગ કો બોલના ભી નહિ આતા ઈસલીએ તુમ્હારા વિકાસ નહી હૈ તુમ લોગ પીછડે હુએ હો મુજે દેખો મે ઝારખંડ કા રહનેવાલા હું આદિવાસી બિરસામુડા કા ગાવકા તુમકો બાત કરના ભી નહિ આતી ઈસલીએ ડાંગ જિલ્લે કે આદિવાસીઓકા વિકાસ નહી હુવા હૈ જેવી અનેક ખરાબ ખરાબ ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને બદનામીના આશયથી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગ્રાહક જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.

બેન્ક મેનેજરે ગ્રાહક જોડે ખરાબ ભાષા અને ડાંગ જિલ્લાના આદિવાસી સમાજ અંગે અપશબ્દો કહેતા સોશિયલ મીડિયા એક્સ પર પોતાની સાથે થયેલ ઘટના અંગે યુવકે લખી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક્સ પર કરેલ પોસ્ટ અંગે ધ્યાન દોરી પોતાની ફરિયાદ નોંધાવા માટે યુવકને કોન્ટેક્ટ નંબર આપી પોતાની ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું. યુવકે આપેલ નંબરો પર કોલ કરી પોતાની ફરિયાદ નોંધાવી છે.

યુવક બેન્કમાં કામગીરી માટે ગયો હતો‌. તો બેન્ક મેનેજર દ્વારા અશોભનીય વર્તન કરવું. કોઈ એક સમાજ પર ટીકા કરવી. બેન્કનુ વહીવટી કામગીરી છોડી કોઈ સમાજ કે નાગરિક જોડે ખરાબ વર્તન કરવું. બેન્કમા કામ અર્થે જનારા નાગરિકોને બેન્ક મેનેજર જાત પુછે તે કેટલું યોગ્ય.

ડાંગ જિલ્લાના આદિવાસી સમાજ પર કરેલી ટીકા દ્વારા હાલ માહોલ ગરમાયો છે અને બેન્ક મેનેજર પર કાર્યવાહીની માંગનો રણકાર ઉઠવા પામ્યો છે.

વિજય પટેલ, નાયબ મુખ્ય દંડક વ ધારાસભ્ય, ડાંગ: આ બાબત ગંભીર કહેવાય આવું બેન્ક મેનેજરે કરાય નહીં સમગ્ર ઘટના હું જાણી લેવ છું અને આ મુદ્દે સંકલન મિટિંગમાં પણ ચર્ચા કરવામાં આવશે. અને આગળની કાર્યવાહી કરીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button