ડાંગના આદિવાસી શેરડી કાપણીના મજુરો આજદિન સુધી વેતનથી વંચિત:
ડાંગના આદિવાસી મજૂરો શેરડી કાપણી માટે મહિનાઓ સુધી હીજરત કરતા હોય છે હવે કામગીરી પૂર્ણ કરી હોવાં છતાં હજી સુધી વેતન નહિ ચૂકવવામાં આવતાં કફોડી હાલત થવા પામી છે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગના આદિવાસી શેરડી કાપણીના મજુરો આજદિન સુધી વેતનથી વંચિત:
ડાંગના આદિવાસી મજૂરો શેરડી કાપણી માટે મહિનાઓ સુધી હીજરત કરતા હોય છે હવે કામગીરી પૂર્ણ કરી હોવાં છતાં હજી સુધી વેતન નહિ ચૂકવવામાં આવતાં કફોડી હાલત થવા પામી છે
પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગ જિલ્લાના આદિવાસીઓ સાથે યેનકેન રીતે અન્યાયો વારંવાર થતાં જ રહેતાં હોય છે. ગરીબ આદિવાસીઓને અન્યાય સામે ન્યાય મળવો પણ મુશ્કેલ હોય છે. તેવામાં ડાંગ જિલ્લાના અનેક ગામોનાં આદિવાસીઓ શેરડી કાપવાની કામગીરી કરી પોતાના પરિવારનુ પેટ ભરવાનું કામ કરે છે. તેવામાં જામલાપાડા, વાશુર્ણા અને મુળચોન્ડ ગામના મજૂરોને એમનું પરસેવાનુ વેતન હજી પણ ચૂકવવામાં આવ્યું નથી.
ડાંગ જિલ્લાના ત્રણ ગામના આ મજૂરો અને મુકરદમો જેઓ સુગરનું કામ પૂરું કરી, ઘરે આવ્યા એને ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ વ્યારામાં રહેતા અતુલભાઈ પાસે મુકરદમો મજૂરોના પૈસા લેવા જતા હોય છે ત્યારે અતુલભાઈ અને જીતુભાઈ દ્વારા ડાંગ જિલ્લાના આદિવાસી મજુરોને બાહાના બતાવીને કેમ ધક્કા ખવડાવી રહ્યા છે. તેથી ડાંગના ખેત મજુરોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
ડાંગ જિલ્લાના આદિવાસી મજુરો જોડે થતો અન્યાયને રોકવા વાળું કોઈ નથી. કે, શું? હાલ વર્તમાન સમયમાં સવાલ ઉઠવા પામ્યા છે.