ડાંગની દીકરી અને ગોલ્ડન ગર્લ કુ. સરિતા ગાયકવાડે સૌને કરી મતદાનની અપીલ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગની દીકરી અને ગોલ્ડન ગર્લ કુ. સરિતા ગાયકવાડે સૌને કરી મતદાનની અપીલ
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી ડાંગની દીકરી એવી દોડવીર કુ.સરિતા ગાયકવાડે, લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં સ્વંય મતદાન કરી, સૌ મતદાતાઓને મતદાન માટેની અપીલ કરી છે.
‘ચુનાવ કા પર્વ- દેશ કા ગર્વ’ એમ કહેતા આ સર્વોપરીએ, પોતાની ફરજના સ્થળે PB વોટિંગ કરીને સૌને આગામી તા.૭ મી મેના રોજ, ગુજરાતમાં ઉજવાઈ રહેલા ‘દેશ કા મહાત્યોહાર’ માં સહભાગી થવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગની આ દીકરીને એશિયન ગેમ્સમાં સવર્ણ પદક જીત્યા બાદ, ગુજરાત પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીની ભૂમિકા માટે પસંદ કરી છે. હાલમાં તેણી ‘કરાઇ’ ખાતે, તેની તાલીમના અંતિમ ચરણમાં છે ત્યારે, ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેણીએ P.B વોટિંગથી તેનો મત આપતા, સૌ ગુજરાતીઓને તા.૭ મી મે એ, લોકશાહીના આ ઉત્સવમાં મતદાન કરી, પોતાની ફરજ અદા કરવાનું આહ્વાન કર્યું છે.