Sports

આગામી ૩જી માર્ચે વ્યારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે 23-બારડોલી લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ

23-બારડોલી લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત આગામી ૩જી માર્ચે વ્યારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે 23-બારડોલી લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે: 

સ્પર્ધા માટેનું એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી -વ્યારાથી મેળવવાનું રહેશે:

વોલીબોલ- ભાઈઓ , ખોખો-બહેનો,એથ્લેટીક્સ ૨૦૦ મીટર દોડ,લાંબીકૂદ, ગોળાફેંક સ્પર્ધામાં ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના ખેલાડી ભાઇઓ/બહેનો ભાગ લઇ શકશે:

 તાપી: બારડોલી લોકસભા-23 માન.સાંસદશ્રી પ્રભુભાઇ એન.વસાવા દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી દ્વારા સંચાલીત સાંસદ ખેલ સ્પર્ધામાં ખો-ખો બહેનો, વોલીબોલ ભાઇઓ તેમજ એથ્લેટીક્સ ૨૦૦ મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક સ્પર્ધા ભાઇઓ/બહેનો માટે આગામી તા.૦૩/૦૩/૨૦૨૩ ના રોજ વ્યારા કોલેજ ગ્રાઉન્ડ પર યોજવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના ખેલાડીઓ ભાગ લઇ શકશે. સ્પર્ધા માટેનું એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએથી મેળવવાનું રહેશે. સ્પર્ધામાટેની એન્ટ્રી આગામી તા.૦૧/૦૩/૨૦૨૩ સુધીમાં વોટ્સએપ, ઇ-મેઇલ થી તથા રૂબરૂ કચેરી સમય દરમ્યાન જમા કરાવી શકાશે. એન્ટ્રી મોકલવા માટે વોટ્સએપ નંબર- ૮૧૪૧૬૨૪૧૦૦, ઇ-મેઇલ આઇ.ડી dsotapi38@gmail.com પર મોકલી આપવા અથવા રૂબરૂ કચેરીએ જમા કરાવવાની રહેશે. એમ જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

એડિટર : ડો. સુનીલકુમાર ગામીત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button