Dang

રવિવારે ગિરિમથક સાપુતારા સહીતના પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓની ચિક્કાર જન મેદની ઉમટી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

રવિવારે ગિરિમથક સાપુતારા સહીતના પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓની ચિક્કાર જન મેદની ઉમટી:

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી હેલી બાદ પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. તેવા સંજોગોમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર રવિવારે સાપુતારા સહીત વઘઇ નજીક ગીરાધોધ, માયાદેવી, અંજનીકુંડ, પાંડવ ગુફા, ડોન વિસ્તારના પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓની ચિક્કાર ગીર્દી જામી હતી. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવસળીઓની ભીડને પગલે વાહનોનો ખડકલો થઈ જતા ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ હતી. સાપુતારા માલેગામ ઘાટમાં માલવાહક ટ્રક ખોટકાય જતા આખો દિવસ ટ્રાફિક જામ રહ્યો હતો. તંત્ર પાસે ક્રેઈનની વ્યવસ્થા ન હોય માર્ગ વચ્ચે ખોટકાયેલ ટ્રક હટાવી ન સકતા લાચાર બન્યા હતા.

ગિરિમથક સાપુતારા ખાતે વાહનો માટે પાર્કિંગ હાઉસ ફુલ થતા પ્રવાસીઓને માર્ગો ઉપર વાહન પાર્ક કરવાની નોબત ઉભી થતા તંત્રની પ્રવાસીઓને સુવિધા પુરી પાડવા ઉણી ઉતરી હોય તેમ જણાય રહ્યું છે. સ્વાગત સર્કલથી આનંદો સર્કલ અને સ્વામી નારાયણ મંદિર માર્ગથી ટેબલ પોઇન્ટ પર જતા માર્ગો વાહનોથી ઉભરાઈ ઉઠ્યા હતા. તેમજ બોટિંગ , એડવેન્ચર એક્ટિવિટી, સનસેટ પોઇન્ટ પર પ્રવાસીઓની ચિક્કાર ગીર્દીથી સ્થાનિકોને રોજગારીની તકો મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button