આહવા ખાતે રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરે ૭૭ હજારની અજાણ્યા ઈસમે ચોરી કરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા ખાતે રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરે ૭૭ હજારની અજાણ્યા ઈસમે ચોરી કરી:
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી જયશ્રી આનંદ બાગુલ નાઓના ઘરે ચોરીની ઘટના બનવા પામી છે.
મળતી વિગતો મુજબ આહવા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતી મહિલાનાં જ ઘરે ચોરી થવાની ઘટના બનવા પામી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ ( રહે.વેરીયસ કોલોની આહવા તા.આહવા. જી.ડાંગ) રોજનાં રાબેતા મુજબ ઘરગથ્થુ કામ કરીને સમયસર નોકરી કરવા માટે આહવા પોલીસ સ્ટેશને જતાં રહેલ તેમનો દીકરો નામે આદર્શ વાળ કાપવા માટે આહવા ટાઉનમાં ગયેલ હોવાથી ચાવી ડોર બેલ પાસે મુકેલ હતી. બપોરે જમવા માટે પરત ઘરે આવતા ઘરનો પાછળના ભાગે રસોડાનો દરવાજો ખુલ્લો હતો અને બારી પણ અડધી ખુલ્લી જોવા મળતા ઘરમાં કોઈ ઘુસેલ હોય તેમ લાગતાં લાકડાનો કબાટ ખોલી જોતાં લોક તુટેલ હતો. કબાટમાં મુકેલ રોકડ રૂપિયા ૭૭,૦૦૦/- જોતાં તે જોવા ન મળ્યાં હતાં.અને કિંમતી વસ્તુઓ જોતા વસ્તુઓ સહી સલામત જોવા મળી હતી. જેથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઘરમાં ઘુસી કબાટનો લોક તોડી રોકડ રૂપિયા ૭૭,૦૦૦/- ચોરી ગયેલ અંગેની ફરિયાદ આહવા પોલીસ મથકે મહિલા પોલીસ કોન્સ્ટેબલ જયશ્રી દ્વારા નોંધાવી છે. અને ન્યાયની માંગણી કરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કમલેશભાઈ ગુલાબસિંગ ચૌધરીએ સંબંધિત ગુના અંગે આગળની કાર્યવાહી કરી, તપાસનો ધમધમાટ શરુ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.