આહવા નગરમાં પાંચ ઈસમોએ કાવતરું ઘડી યુવાનને ઢોર માર માર્યો:
કાવતરામાં પાંચ ઇસમો પૈકી પ્રસિદ્ધ પર્વતારોહક ભવાન રાઠોડ પણ સામેલ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
આહવા નગરમાં પાંચ ઈસમોએ કાવતરું ઘડી યુવાનને ઢોર માર માર્યો:
કાવતરામાં પાંચ ઇસમો પૈકી પ્રસિદ્ધ પર્વતારોહક ભવાન રાઠોડ પણ સામેલ
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના આહવા નગરમાં પાંચ ઈસમો દ્વારા કાવતરું ઘડીને યુવકને માર મારવાની ઘટના બનવા પામી છે. યુવકને ઢોર માર મારતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા આહવા સિવિલમાં સારવાર માટે પ્રકાશભાઈ (પીડિતનો ભાઈ) લઈ ગયો હતો. યુવકને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે આહવા પોલીસ મથકે FIR નોંધાવી છે.
મળતી માહિતી મુજબ આહવા નગરમાં રહેતો સચિનભાઈ સોનુભાઈ જાદવ (ઉં.મ.૩૬, રહે.આંબાપાડા આહવા, તા.આહવા જી.ડાંગ ) જિલ્લા પંચાયત ડાંગ આહવામાં ડ્રાઇવરની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવતીને ગણપતિના તહેવારમાં યુવકે મોટરસાયકલ પર બેસાડીને ક્યાં લઈ ગયો હતો. તેની પૂછપરછ કરવાની છે, તેમ કહીને ભવાન નામનો ઈસમ સ્કુટી પર બેસાડીને કાવતરા મુજબ લઈ ગયો હતો. પાંચ ઇસમોએ કાવતરું ઘડી યુવક સચિનને લાકડાના ડંડા,ઢીકામુઠી, છૂટા પથ્થરો વડે, પોલીસ લાઈનના પીપળના વૃક્ષ પાસે ઢોર માર માર્યો હતો. અને યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો.
યુવક દ્વારા પાંચ ઈસમોને મારવાની મનાઈ કરી પોતાના આંબાપાડા યુવતીના ઘરે જઈને શાંતિથી સમાધાન થાય તે રીતે વાત કરવા જણાવ્યું હતું. પરંતુ પાંચ ઇસમો નામે (૧) મિનેષભાઈ ગુલાબભાઈ ગાયકવાડ (યુવતીના પિતા) (રહે. આંબાપાડા આહવા તા.આહવા જી.ડાંગ), (૨) રાજુભાઈ મિનેષભાઈ ગાયકવાડ (રહે. આંબાપાડા આહવા, તા.આહવા જી.ડાંગ), (૩) યોગેશભાઈ મિનેષભાઈ ગાયકવાડ (રહે. આંબાપાડા આહવા, તા.આહવા જી.ડાંગ), (૪) મિહિરભાઈ મિનેષભાઈ ગાયકવાડ (રહે. આંબાપાડા આહવા, તા.આહવા જી.ડાંગ), (૫) ભવાનભાઈ જે. રાઠોડ (રહે. ચીરાપાડા તા.વઘઈ જી.ડાંગ ) નાઓએ આંબાપાડા જઈને પણ યુવકને માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
ઘટના સ્થળે હુંલ્લડ થતા આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા હતા. સચિનના પરિવારને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાંચ ઈસમો દ્વારા સચિનને નિર્દયતાપૂર્વક ઢોર માર્યો હોવાથી આહવા સિવિલ હોસ્પિટલમાં પરિવારના સભ્યોએ સારવાર માટે લઈ ગયા હતા. યુવાનને ઢોર માર મારી, જાનથી મારી નાખવાની ધમકીઓ પાંચ ઈસમોએ આપી. જે બદલ સચિનભાઈ સોનુભાઈ જાદવ (પીડિત) આહવા પોલીસ મથકે જઈને ASI વી.એસ.ચૌધરી પાસે પોતાની ફરિયાદ નોંધાવી છે.