Gujarat

આહવા ના સંવિધાન પાર્ક ખાતે ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

તારીખ 26 મી જાન્યુઆરી 2023 ના રોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે સંવિધાન પાર્ક પર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં જાગૃત યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ દિવસે સ્મારક પર કરેલ ચિત્રણ સંવિધાનનું આમુખ અને સ્વતંત્ર સેનાનીઓની વીરતા અને બલિદાન ને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ સંવિધાનનું આમુખ અને બંધારણનું મહત્વ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. અને સંવિધાન બાબતે લોક જાગૃતિ ઉભી થાય તે માટે દર ત્રીજા શનિવારે સાંજે 5.00 કલાકે સૌએ ભેગા થવાનું નક્કી કરેલ છે. આ તબક્કે જનસેવા ગ્રુપના સતીષભાઈ અને મિત્રોમંડળ તેમજ કોલેજના વિદ્યાર્થી મિત્રો અને વડીલો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન ભારતીય બંધારણીય લોક જાગૃતિ અભિયાન ડાંગ સમિતિ વતી કરવામાં આવ્યું હતું. જેમાં એડવોકેટ સુનિલ ગામીત, એડવોકેટ રોશન, એડવોકેટ ઉમેશ, રાકેશ પવાર પત્રકાર શ્રી લક્ષ્મણ બાગુલ, રામુ માહલા, નીતુસુદન પવાર, પૃથ્વી ભોયે અને ડાંગના વડીલ અગ્રણી ડો. એ.જી.પટેલ, ઓગસ્ટીન રજવાડે, અવિનાશભાઈ, રમેશભાઈ ધૂમ, રાજેશભાઇ વગેરે હાજર રહ્યા હતા. અને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ગ્રામ પંચાયત આહવા દ્વારા સફાઈ, કલરકામ અને લાઈટના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પત્રકાર : રામુભાઈ માહલા  ડાંગ, 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button