South Gujarat

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ, મહાલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે શાળાકીય વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ, મહાલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે શાળાકીય વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો

દિનકર બંગાળ, વઘઈ: તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ મહાલ ખાતે, લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહકાર અને અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત, સાયન્સ ઓન વ્હીલ પ્રોજેક્ટની ટીમ અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા શાળાકીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ વિજ્ઞાન મેળામાં આશરે ૩૦ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ ૯ નાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનનાં અગસ્ત્યનાં મોડેલ વિશેની રસપ્રદ માહિતી આપી હતી. તેમજ ધોરણ ૬ થી ૮ નાં વિધાર્થીઓ દ્વારા પણ વિજ્ઞાનને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button