ઓટો રીક્ષા ટેક્ષી કેબના માલિકોએ વાહન ભાડે આપતી વખતે ભાડે આપનાર વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી પોલિસ વિભાગને આપવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પત્રકાર: ફતેહ બેલીમ, સુરત
ઓટો રીક્ષા ટેક્ષી કેબના માલિકોએ વાહન ભાડે આપતી વખતે ભાડે આપનાર વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી પોલિસ વિભાગને આપવી ફરજીયાત:
પોતાની ઓટો રિક્ષા ટેક્સીમાં તમામ વિગતો અદ્યતન રાખી પોલિસ સ્ટેશન અમલદારીના સહી સિક્કા કરાવી રાખવાનું રહેશે અને કોઇપણ પોલીસ અધિકારી / કર્મચારી દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનુ રહેશે. નહિ તો આપ જાહેરનામું ભંગ બદલ કાયદાની સંઘર્ષ મા આવી શકો છો.
સુરત:ગુરુવાર: સુરત શહેરમાં રિક્ષા ટેક્ષી કેબના માલિકો પોતાની રીક્ષાઓ ટેક્ષી કેબ ચલાવવા માટે ભાડેથી આપતા હોય છે જેનો રેકોર્ડ તેઓની પાસે હોતો નથી. જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેવા આશયથી સુરત શહેર પોલિસ કમિશનશ્રી અજય કુમાર તોમરે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે,
૨ મુજબ સુરત શહેરની હદમાં ઓટો રિક્ષા ટેક્સી ભાડે આપનાર વ્યક્તિએ ભાડે લેનાર વ્યક્તિના કાર્ય તથા ઓળખપત્ર (આઇ.ડી. પ્રૂફ) સાથેની સંપૂર્ણ વિગત તેમજ તેના ચારિત્ર્યની ખરાઇ કરાવવી, ભાડે લેનાર જ્યાં રહેતા હોય, ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનને ચોક્કસ ફોર્મેટ મુજબની માહિતી આપવાની રહેશે. જેમાં એક રજિસ્ટર ઓટો રિક્ષા ટેક્સીના માલિકે પોતાની ઓટો રિક્ષા ટેક્સીમાં તમામ વિગતો અદ્યતન રાખી પો.સ્ટે. અમલદારીના સહી સિક્કા કરાવી રાખવાનું રહેશે અને કોઇ પણ પોલીસ અધિકારી / કર્મચારી દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનુ રહેશે. ઓટો રિક્ષા ટેક્સી કેબના માલિકે વાહનમાં પેસેન્જર બેસવાની જગ્યાથી નજર સામે સ્પષ્ટ દેખાય તે રીતે રિક્ષા ટેક્સીની અંદરના ભાગે ૧૬ ઈંચ-૧૨ ઈંચની સાઇઝના બોર્ડમાં રિક્ષા ટેક્સીની રજીસ્ટ્રેશન નંબર અંગ્રેજી ભાષામાં ફરજીયાત લખાવી લગાવવાનું રહેશે. ઓટો રિક્ષા, ટેલી કેબ ભાડે આપનાર માલિકે પોતે જાળવેલ રજીસ્ટરનો ઉતારી દર મહીનાની પાંચ તારીખ સુધીમાં સ્થાનિક પોલીસ સ્ટેશન મારફતે ટ્રાફિક શાખાની કચેરીને મોકલવાનો રહેશે. આ હુકમનો અમલ ૨૩/૯/૨૦૨૩થી ૨૧/૧૧/૨૦૨૩ સુધી કરાશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.