South Gujarat

ખડકવાળ પ્રાથમિક શાળા ખાતે “સર્વ શ્રેષ્ઠ દાન” રકતદાન કેમ્પ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ખડકવાળ પ્રાથમિક શાળા ખાતે “સર્વ શ્રેષ્ઠ દાન” રકતદાન કેમ્પ યોજાયો:

ચુનીલાલ ચૌધરી, કપરાડા: સતત ચોથી વખતે રકતદાન કેમ્પનું પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રેઈન્બો વોરિયર્સ ધરમપુર, રોટરી વાપી રિવરસાઇડ, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સહયોગથી ખડકવાળ પ્રાથમિક શાળામાં “સર્વ શ્રેષ્ઠ દાન” એવા રકતદાન શિબિર કેમ્પ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય કરી ખડકવાળ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યુ હતુ,

શાળાના આચાર્યશ્રી કાશીરામભાઈએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, ત્યાર બાદ કપરાડા તાલુકાના પ્રવર્તમાન બી.આર.સી કૉ.ઑડિનેટરશ્રી સંજયભાઈ કે, જેઓ હંમેશ તાલુકાની સમગ્ર શાળાઓ ઉપરાંત છેક છેવાડાની શાળાના બાળકના શિક્ષણના હિતચિંતક, માનવતા ધર્મમાં માનનારા જેમણે આજના કાર્યક્રમને ઉજાગર કરવા પ્રેરક ઉદબોધન કર્યુ હતું અને પોતે રક્તદાન કરી યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી.આજના કેમ્પમાં ખડકવાળ, મનાલા, કરજૂન, શાહુડા, વારોલી તલાટ જેવાં ગામોના યુવાનોની હાજરી રહી હતી. આ ઉપરાંત કપરાડા તાલુકાની વિવિધ શાળાઓના જેમકે, વિરક્ષેત, પાંચવેરા, ટુકવાડા, ઘોડીપાડા – આંબાજંગલના શિક્ષકોએ આ મહાયજ્ઞમાં હાજરી આપી હતી.

આજના મહાયજ્ઞમાં મનાલા ગામના સરપંચશ્રી અને આ વિસ્તારના અગ્રણી જયેન્દ્રભાઈ ગાંવિતે રક્તદાન કરી યુવાનોને રકતદાન માટે પ્રેરણારૂપ બન્યા હતા, સાથે વિરક્ષેત પ્રા.શાળાના શિક્ષકશ્રી ભાવેશભાઈ રકતદાતા બન્યા હતા.આજના કેમ્પના દરેક રક્ત દાનવીરને વિવિધ દાતાઓએ હેલ્મેટ, લંચબોક્સ, દીવડી, ફૂલ સાઈઝ ટુવાલની પ્રોત્સાહક ભેટ આપી વધાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેઇનબો વો.કો. કૉ.શંકરભાઈએ કર્યું હતું.

કાર્યક્રમમાં વ્યવસ્થાપનની જવાબદારી ભાવનાબેને ઉપાડી હતી. આ તકે મનાલા સી.આર.સી. કૉ.ઓ. નિલોફરબેન તથા સુથારપાડા સી.આર.સી.એ હાજરી આપી હતી. આજના આયોજિત સમગ્ર કાર્યક્રમ દ્વારા 30 યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button