ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગરૂડેશ્વરના 6 સભ્યો દ્વારા આચરાયેલ ગેરરીતિમાં 1.02 કરોડ વસૂલવા નોટિસ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગરૂડેશ્વરના 6 સભ્યો દ્વારા આચરાયેલ ગેરરીતિમાં 1.02 કરોડ વસૂલવા નોટિસ:
સરકારી ગ્રાન્ટમાંથી બનાવેલ ખેડૂત તાલીમ ભવનને હોટેલમાં બદલી ફેરવી નાખવાના કેશમાં સરકારી નાણાંનો દુરુપયોગ હવે સંચાલક મંડળ પાસે વસૂલાશે:
સર્જન વસાવા, નર્મદા: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગરૂડેશ્વરના કુલ (છ) સભ્યો દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી બનાવેલ ખેડૂત તાલીમ ભવનને હોટેલમાં બદલી નાખાવાના કેશમાં સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોય જે બદલ બજારધારાની કલમ-13 -6, અને 50 અન્વયે કાર્યવાહી કરવા નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર કારણદર્શક નોટીસ આપવામાં આવી છે અને આ નોટિસનો અહેવાલ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, નર્મદા, રાજપીપલાને આપવા સૂચના આપી છે.
કારણ દર્શક નોટિસમાં જણાવેલી વિગતો પ્રમાણે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગરૂડેશ્વરે 15/1/20 ના વ્ય.કમિટિના ઠરાવ નંબર-2 થી ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવવા અર્થે સરકારની 75% સહાય આપતી વરહ કિશાન કલ્પ વૃક્ષ યોજના અન્વયે લાભ લેવા ઠરાવ કરેલ હતો, જે અંગે જરૂરી કાર્યવાહી થઇ અને જેની પ્રોજેક્ટ કિંમત રૂ.1,34,67,605 રહેતી હતી.જે મુજબ બજાર સમિતિએ જિલ્લા રજિસ્ટ્રાર, સ.મં. નર્મદા મારફતે નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને દરખાસ્ત કરેલ જે દરખાસ્ત સંદર્ભે પ્રોજેક્ટ કોસ્ટ સામે નિયામકએ તા.19/3/2021નાં હુકમથી 75% લેખે રૂ.101 લાખ સહાય મંજૂર કરી, મંજૂરી હુકમની શરત નંબર-19 મુજબ જિલ્લા રજિસ્ટ્રાર, સ.મં.નર્મદા અને બજાર સમિતિના સંયુક્ત ખાતામાં જમા કરવામાં આવેલ હતી.
બજાર સમિતિએ ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવવાની શરૂઆત કર્યા બાદ 15% સુધીનું બાંધકામ પૂર્ણ થતાં બજાર સમિતિએ યોજનાની જોગવાઈ મુજબ પ્રથમ 25% સહાય ઉપાડની જિલ્લા રજિસ્ટાર કચેરી નર્મદાને દરખાસ્ત રજુ કરવામાં આવેલ, જે મુજબ આર્કિટેક્ટના સર્ટીફીકેટ, સહકારી અધિકારીના સ્થળ તપાસ અહેવાલને ધ્યાને લઈ 25% મુજબ રૂ.25,25,000/- ની સહાય તા.21/8/2021 નાં રોજ ચૂકવેલ હતી, ત્યારબાદ બજાર સમિતિએ 50% બાંધકામ પૂર્ણ થતાં યોજનાની જોગવાઈ મુજબ બીજા હપ્તાની 25% મુજબ રૂ 25,25,352 /- ની સહાયની રકમ તા.30/10/2021 નાં રોજ 75% બાંધકામ પૂર્ણ થતાં યોજનાની જોગવાઈ મુજબ ત્રીજા હપ્તાની 25% મુજબ રૂ.25,24,648 /- ની સહાયની રકમ તા.16/3/2022 નાં રોજ ત્યારબાદ બજાર સમિતિએ તા.૩૦/૦૬/૨૦૨૨ ના રોજ આખરી ઉપાડનાં રૂ.૨૫,૨૫,૦૦૦/- ની દરખાસ્ત રજુ કરેલ જે દરખાસ્ત સાથે બાંધકામ પૂર્ણ થયા અંગેનું આર્કિટેક્ટનું સર્ટીફિકેટ, સહકારી અધિકારી (બજાર) નો સ્થળ તપાસ અહેવાલ અને ફોટોગ્રાફ્સ રજુ કરેલ પરંતુ આ ચૂકવણું કરવામાં આવતાં પહેલાં અરજદાર રમણ ભીમા તડવીએ જિલ્લા રજિસ્ટ્રાર નર્મદાને આ તાલીમ કેન્દ્ર રોયલ હોટલવાળાને ભાડે આપી દઈ બજાર સમિતિએ હેતુફેર કરેલ હોવાની રજુઆત કરતાં બજાર સમિતિ દ્વારા કરવામાં આવેલ આખરી ઉપાડની દરખાસ્તની રકમ ચૂકવવામાં આવેલ ન હતી, અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરી તા.26/8/2022 ના રોજ તપાસ અહેવાલ અત્રેની કચેરીએ મોકલી આપવામાં આવેલ, જે જોતાં ખેડૂત સહાય કેન્દ્રના ધારાધોરણ મુજબ બાંધકામ કરેલ નથી,જે અન્વયે બજાર ધારાની કલમ-46 મુજબ બજાર સમિતિને પદચ્યુત કરી કાર્યવાહી કરવામાં આવેલ પરંતુ બજાર સમિતિએ યોજનાની સહાયનાં નાણાંનો હેતુફેર કરી, નાણાંનો દુરઉપયોગ કરેલ હોવા બાબતે કોઈ કાર્યવાહી થયેલ નથી.
આમ,બજાર સમિતિએ તા.15/1/2020 ના રોજ બજાર વિસ્તારમાં આવેલ ખેડૂતોને જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ દ્વારા, એનજીઓ (બિન સરકારી સંગઠન), ખાતર કંપનીઓ દ્વારા તાલીમ મળી રહે તેમજ બજાર વિસ્તાર કે ગુજરાતમાંથી ગરૂડેશ્વર તાલુકામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર ખેડૂતોને નજીવા દરે રહેઠાણ મળી રહે તે આશયથી ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવવાનું ઠરાવેલ, આ પ્રોજેક્ટ બજાર સમિતિ માટે પૂર્ણ કરવો શક્ય જ ન હતો તથા રૂ.71 લાખ ઉપરાંતનું દેવું વગેરે બાબતોથી વાકેફ હોવા છતાં ચેરમેન જયંતિ તડવી તેમજ ગોડાઉન સબ કમિટીએ તેમજ તા.7/9/2021 નાં રોજ વ્ય.કમિટિની મીટીંગમાં હાજર રહી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તરફેણમાં સહમતી આપનાર (છ) ડિરેક્ટરો (૧) જયંતિભાઈ ગોવિંદભાઇ તડવી. (૨) કુંદનભાઇ નટુભાઇ ભીલ. (૩) જયંતિભાઇ ઉલીયાભાઇ વસાવા.(૪) સોમાભાઈ રૂપાભાઇ વસાવા.(૫) મહેશભાઇ ગણપતભાઇ ભીલ.(૬) નટવરભાઇ દલસુખભાઈ વસાવા દ્વારા આ પ્રોજેક્ટની કાર્યવાહી આગળ વધારેલ હતી.
આમ, બજાર સમિતિ ગરુડેશ્વર, જિ.નર્મદાને મળેલ ખેડૂત સહાય કેન્દ્રની મળેલ સહાયનાં ગેરઉપયોગ કરેલ નાણાં માટે બજાર સમિતિના ૬ (છ) ડિરેક્ટરો અને સિધ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝના ભાગીદારો દ્વારા પ્રથમથી જ આયોજનપૂર્વક અને તબક્કાવાર મેળાપીપણું રાખી, ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવવા અર્થે સરકાર તરફથી બાંધકામની કુલ રકમના 75% સહાય મેળવી અને ત્યારબાદ નિયમોનુસાર ઠરાવેલ કાર્યપ્રણાલીને નેવે મુકી મનસ્વી રીતે નિર્માણાધીન ખેડૂત તાલીમ કેન્દ્ર સિધ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝને નજીવા ભાડે આપી, ત્યાં હોટેલ બનાવી, બજાર સમિતિની મિલ્કત તેમજ સરકારની સહાય રૂ. 75,24,496 /- તેમજ બજાર સમિતિના ભંડોળના રૂ.27,62,588/- મળી બજાર સમિતિના કુલ રૂ.1,02,87,084/-નો ગેરરીતિપુર્વક દુરુપયોગ કરેલ જણાય છે. આ પરિણામે બજાર સમિતિ ગરુડેશ્વરના (છ) ડિરેક્ટરો દ્વારા સરકારની સહાયનાં નાણાંનો ગેરવહીવટ કર્યા બદલ ગુજરાત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટસ એક્ટની કલમ-50 અન્વયે તત્કાલિન ડિરેક્ટર દીઠ રૂ.17,14,514/- સરખા ભાગે વસુલ કરવાની કાર્યવાહી કરવા ભલામણ કરેલ છે.