ગંગપુર ભારત સેવાશ્રમ સંઘ ખાતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ગંગપુર ભારત સેવાશ્રમ સંઘ ખાતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો:
કમલેશ ગાંવિત, વાંસદા: આપણા દેશમાં ગુરુ અને શિષ્યના સંબંધને ઘણો પવિત્ર માનવામાં આવે છે, ત્યારે આજ રોજ અષાઢી પૂનમના દિવસે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે ધામધુમ પૂર્વક ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી હતી, આજના ગુરુપૂર્ણિમા કાર્યક્રમની શરૂઆત શાળાના સ્ટાફ મિત્રો ટ્વિંકલભાઈ ધનસુખભાઈ, આચાર્યશ્રી મણિલાલભાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ તેમજ શાળાના બાળકો દ્વારા ભજનની સુરાવલી વહેવડાવીને કરવામાં આવી હતી. ત્યાર બાદ સંસ્થાના સ્વામીશ્રી ઈશાનાનંદજીમહારાજ દ્વારા પૂજા યજ્ઞ કરવામાં આવ્યા હતા, બાદ સંસ્થાના મંત્રી સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજ દ્વારા સ્વામીશ્રી પ્રણવાનંદજી મહારાજની વીર આરતી તેમજ ગુરુ પૂર્ણિમા નિમિતે વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ભક્તો ગણદેવીથી શ્રી ચંદ્રકાંત કાપડિયા, ચીખલીથી હરીશભાઈ તેમજ ભરતભાઈ કાપડિયા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. આજના કાર્યક્રમમા બરોડાથી સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નિમિષ વ્યાસ ખાસ ઉપસ્થિત રહયા હતાં. કિશોરભાઈ, રાજુભાઈ, ભાવેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પૂજા આરતી પૂર્ણ થયા બાદ બધા પરિવારના મિત્રો મહેમાનો તેમજ શાળા પરિવારના મિત્રો તેમજ શાળાના બાળકો સૌ પ્રસાદ લઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.