Gujarat

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 14મા રાજ્ય સ્તરીય ફિલાટેલિક પ્રદર્શન GUJPEX-2022નું આયોજન : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 14મા રાજ્ય સ્તરીય ફિલાટેલિક પ્રદર્શન GUJPEX-2022નું આયોજન : 

ગાંધીનગર:  ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 13મી નવેમ્બર, 2022 થી  સત્તવીસ દશાપોરવડ વિદ્યા મંદિર, સ્વસ્તિક ક્રોસ રોડ પાસે, સ્વસ્તિક ક્રોસ રોડની સામે, સીજી રોડ, નવરપુરા, અમદાવાદ-380 009 ખાતે 14મા રાજ્ય સ્તરીય ફિલાટેલિક પ્રદર્શન, GUJPEX-2022નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનનો હેતુ ફિલેટલીના શોખને પ્રોત્સાહિત કરવાનો અને ફિલેટલિસ્ટને વિવિધ થીમ પર તેમના મૂલ્યવાન સંગ્રહો પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો છે. પ્રદર્શન દરમિયાન વિશેષ કવર પણ બહાર પાડવામાં આવશે અને પ્રદર્શનના સ્થળે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રદર્શનોના મુખ્ય આકર્ષણો “પોસ્ટલ સ્ટેમ્પ્સ પર માહિતીપ્રદ, આકર્ષક અને શૈક્ષણિક પ્રદર્શન, વિશેષ કવરનું વિમોચન, ગુજરાત, તાજમહેલ, ફેરી ક્વીન, સિનેરિયા, ડાહલિયા, લીલી, પેન્સી વગેરે સંબંધિત વિવિધ થીમ સાથેની માય સ્ટેમ્પની સુવિધા” છે.

પ્રો. હિમાંશુ એ. પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉદઘાટન સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

 

કાર્યક્રમની વિગતો : 

13.11.2022રવિવારના કાર્યક્રમો : 

  • પ્રદર્શનનું ઉદઘાટન પ્રો. હિમાંશુ એ પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર 10.30 કલાકે કરશે.
  • (1) ગુજપેક્સ-2022 અને (2) શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર, ડાકોર પર વિશેષ કવરનું વિમોચન મુખ્ય મહેમાન પ્રો. હિમાંશુ એ પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવશે.
  • UPU પત્ર લેખન સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અને સન્માન
  • ફિલેટલીનો સેમિનાર
  • નિબંધ લેખન સ્પર્ધા

14.11.2022સોમવારના કાર્યક્રમો : 

    • 1) રાજા રામમોહન રોયની 250મી જન્મજયંતી 2) રોટરી ફાઉન્ડેશન અને 3) ઈમેજીન રોટરી પર સ્પેશિયલ કવરનું વિમોચન મુખ્ય મહેમાન પ્રો. નવીન શેઠ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કરવામાં આવશે.
    • ક્વિઝ સ્પર્ધા
    • વકતૃત્વ અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા

15.11.2022મંગળવારના કાર્યક્રમો : 

  • (1) હિંગોલગઢ કેસલ (2) એશિયાટિક લાયન અને (3) આશુતોષ રબર પ્રા. લિ પર સ્પેશિયલ કવરનું વિમોચન મુખ્ય અતિથિ શ્રીમતી તન્વી રાઠોડ, મિસિસ ઇન્ડિયા ઓશન યુનિવર્સ 2021 દ્વારા કરવામાં આવશે.
  • શ્રી નિરજ કુમાર, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ.
  • સમાપન સમારોહ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button