Dang

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે હથિયાર બંધી ફરમાવાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે હથિયાર બંધી ફરમાવાઇ:

દિનકર બંગાળ, વઘઈ : રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વાર ગ્રામ પંચાયતો માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગત વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ડાંગ જિલ્લામાં ૫૯ વિભાજન, ૧ મધ્યસત્ર, તથા ૧ પેટા ચૂંટણી મતદાન તા.૨૨/૦૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુઘી યોજાનાર છે.

ચૂંટણી દરમિયાન હિંસક બનાવો ન બને, કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિને બગાડવાના કૃત્યો ન થાય, તેમજ મુકત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે, તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેવી કાર્યવાહી કરવા ઉપરાંત, હિંસક બનાવોમાં તેમજ કાયદો અને વ્યવસ્થાને બગાડતાં કૃત્યોમાં હથિયારોનો ઉપયોગ ન થાય તે માટે, ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયારોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે થઇ ન શકે તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં હથિયારો સાથે હરવા ફરવા ઉપર ડાંગ જિલ્લા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યું છે.

ડાંગના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ થી ઉપલબ્ધ જોગવાઈઓ અન્વયે આ અંગેના પ્રતિબંધો ફરમાવ્યા છે.

૧) કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ ની વ્યાખ્યામાં આવતું કોઈ પણ હથિયાર ધારણ કરવું નહીં, અથવા આવા હથિયાર સાથે હરવું ફરવું નહીં,

(૨) ડાંગ જિલ્લામાંથી કે બહારના જિલ્લામાંથી મેળવેલ પરવાના ઘારણ કરનાર વ્યક્તિઓએ, સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તેઓએ પણ હથિયાર/હથિયારો ઘારણ કરવા નહી. અથવા હથિયાર/હથિયારો સાથે જાહેરમાં હરવું ફરવું નહિ. તેમજ આ આદેશ ડાંગ જિલ્લામાં રહેતા અને ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા તમામ હથિયાર પરવાના ઘારકોને પણ લાગુ પડશે,

(૩) આર્મ્સ એકટ હેઠળ મંજુર કરવામાં આવેલ પરવાના વાળા દરેક પ્રકારના હથિયાર કે હથિયારો તાત્કાલીક અસરથી જે-તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. સંબંધકર્તા પોલીસ સ્ટેશનોએ તથા પોલીસ હેડ ક્વાર્ટરે, સંબંધિત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા હથિયાર પરવાનો ધરાવતા તમામ વ્યક્તિઓએ હથિયાર કે હથિયારો જમા કરાવવામાં આવે તે માટે પગલા લેવા, તેમજ તમામ હથિયારો જમા થઈ ગયા અંગેની જાણ કરવાની રહેશે,

(૪) જે હથિયાર પરવાનાઓની મુદત પૂર્ણ થઈ ગયેલ હોય, અને રીન્યુઅલ અર્થે કચેરીમાં રજૂ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુ અરજી રજૂ કર્યાની કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ, કે જેમાં સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે, અને તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવાના રહેશે.

અપવાદ ; આ હુકમ નીચે મુજબના વ્યક્તિઓને લાગુ પડશે નહી. ઉપરોક્ત ક્રમાંક નં. (૧) થી (૪) નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.

(૧) સરકારી નોકરી પર કામકાજ કરતી કોઇ વ્યક્તિ તેની ફરજના ભાગરૂપે તેના ઉપરી અધિકારીએ આવું કોઈ પણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા તેવું હથિયાર લઇ જવાની ફરજ હોય તે વ્યક્તિઓને.

(૨) રાષ્ટ્રિયકૃત તેમજ સહકારી બેંકો અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તેમજ રાજય સરકારના જાહેર સાહસોની સુરક્ષા અર્થે રાખેલ સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડને (વ્યકિતઓને) કામકાજ ના સમય દરમ્યાન હથિયાર સુરક્ષા અર્થે રાખવાની છુટ રહેશે.

(૩) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પોલીસ અઘિક્ષકશ્રીએ અધિકૃત કરેલ તેવી બીજી કોઈ વ્યક્તિઓને

(૪) નેશનલ રાયફલ એસોસીયેશનના રમતવીરો.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂઘ્ઘ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તારીખ ૩૧/૦૫/૨૦૨૫ થી તારીખ ૨૭/૦૬/૨૦૨૫ ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામું સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારને લાગુ પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button