ચોપડી ગામે ઘરમાં કામકાજ અંગે દીકરીને ઠપકો આપ્યા બાદ માતાનો આપઘાત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ચોપડી ગામે ઘરમાં કામકાજ અંગે દીકરીને ઠપકો આપ્યા બાદ માતાએ જ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચોપડી ગામના રીંગા પાદર ફળિયામાં રહેતાં પરિવારની દીકરીને કામકાજ અંગે માતાએ ઠપકો આપ્યા બાદ મનમાં લાગી આવતાં માતાએ ઝેરી દવા પી જઈ મોત ને વ્હાલું કર્યું હતું.
મળતી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના ચોપડી ગામના રીંગા પાદર ફળિયામાં રહેતા સુરમા બેન વેચનાભાઈ જેઠીયાભાઈ વસાવા (ઉં.વ.૪૨) નાઓએ ગત તા. ૬ ના રોજ બપોરે ઘરે હતાં. ત્યારે તેમની નાની દીકરી ઉર્મિલા બેનને ઘરના કામકાજ અંગે ઠપકો આપ્યો હતો. જે બાદ તેમને મનમાં લાગી આવતા ઘરમાં રાખેલી ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમની તબિયત લથડી હતી. જેની જાણ ઘરના સભ્યોને થતાં તુરત તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતાં.
જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં મરનાર સુરમા બેનના પતિ વેચનાભાઈ જેઠીયાભાઈ વસાવાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર: સર્જન. વસાવા, નર્મદા