જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ:
વ્યારા: તાપી જિલ્લા પુરવઠા સમિતિની બેઠક જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર ચેમ્બરમાં યોજાઇ હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા આદિવાસી જિલ્લાઓમાં અનાજ વિતરણ કરવા અંગે લેવાયેલ નવા નિર્ણય અનુસાર ૧ કીલો ઘઉં અને ૪ કિલો ચોખા મે-૨૦૨૨ થી સપ્ટેમ્બર-૨૦૨૨ સુધી વિતરણ કરવામાં આવશે. જે અંગે નાગરિકોને મુંઝવણ ન અનુભવાય અને યોજનાકીય યોગ્ય માહિતી મળી રહે તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે અનાજના હોલસેલરોને સ્ટોક લિમિટના ૯૦ દિવસ કરતા વધુ સંગ્રહ ક્ષમતા નિયમ અંગે જાણકારી આપી આકસ્મિક ચકાસણી કરવા સુચનો આપ્યા હતા.
પુરવઠા અધિકારીશ્રી સાગર મોવલીયા દ્વારા વ્યાજબી ભાવની દુકાન પર રેશન કાર્ડધારકોના નંબર સાથે આધારકાર્ડ લીંક કરવાની કામગીરી ૯૭.૯૪ ટ્કા પુર્ણ કરવામાં આવી છે. વન નેશન વન રેશન યોજના હેઠળ જિલ્લામાં ૧૭૩૨ ટ્રાન્ઝેકશન, ૫૭૭ આંતર જિલ્લા, ૧૭૨ આંતર રાજ્ય અને ૭ અન્ય રાજ્યમાં ટ્રાન્ઝેકશન દ્વારા લાભ મેળવ્યા અંગે જાણકારી આપી હતી.
જિલ્લા પુરવઠા સમિતિની બેઠક જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા સહીત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.