South Gujarat

ડાંગના મુસાફરોની સુવિધામા વધારો, આહવા વડોદરા આહવા એસટી બસ શરૂ કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગના મુસાફરોની સુવિધામા વધારો, આહવા વડોદરા આહવા એસટી બસ શરૂ કરાઈ:

દિનકર બંગાળ, વઘઈ: રાજ્યના છેવાડે આવેલા સરહદી ડાંગ જિલ્લાની મુસાફર જનતાની સુવિધામા વધારો કરતા, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા, વધુ એક લાંબા અંતરની બસ સેવા શરૂ કરવામા આવી છે.

આહવા-વડોદરા-આહવા એક્સપ્રેસ બસ (વાયા વઘઇ-વાંસદા-અનાવલ-બારડોલી-સુરત) શરૂ કરીને, વલસાડ ડિવિઝન હેઠળના આહવા S.T ડેપોએ, ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો સહિત પ્રવાસીઓને આહવાથી મધ્ય ગુજરાતના વડોદરા શહેર સુધી આવવા-જવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ એક્સપ્રેસ સર્વિસ ધરાવતી બસ આહવાથી દરરોજ સવારે ૭:૪૫ કલાકે ઉપડી બપોરે ૩ વાગ્યે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પહોચશે. જ્યારે વડોદરાથી સાંજે ૪:૪૫ કલાકે ઉપડી રાત્રે ૧૨ વાગ્યે આહવા પરત ફરશે. ૨૯૧ કિલોમીટરની સેવા પૂરી પાડતી આહવા-વડોદરા સુપર એક્સપ્રેસ બસનુ ભાડુ રૂ.૨૧૪/- નિયત કરવામા આવ્યુ છે. તેમ, ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર દ્વારા જણાવાયુ છે. ડાંગની મુસાફર જનતાને આ બસ સેવાનો વધુમા વધુ લાભ લેવા વલસાડના DC શ્રી એન.એસ.પટેલ, તથા આહવાના ડેપો મેનેજર શ્રી પરમારે અનુરોધ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button