ડાંગમાં ચેકડેમ રીપેરના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં ચેકડેમ રીપેરના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ ઈસખંડી ગામે પાણીના સ્ત્રોતને વધુ મજબૂત કરવાના આશયથી ચેકડેમ બનાવેલ લીકેજ થતા વહીવટી તંત્રએ આ ચેકડેમની કામગીરી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતુ. પરંતુ આ રીપેરના કામમાં પણ નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરી મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. કોન્ટ્રાકટર અધૂરું કામ છોડી નીકળી ગયેલ છે જે કામ ગ્રામજનોએ જોતા ભારે નારાજગી બતાવી હતી. ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે આ ચેકડેમનું રીપેર તો કરવામાં આવ્યું છે. પરંતુ આ ચેકડેમમાં નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરી , અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યું નથી. જેના કારણે સ્પષ્ટ દેખાય છે કે આવાં ચેકડેમો ને તો રીપેર કરવામાં આવે છે. પરંતુ નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરી કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તો જોવાનું રહ્યું કે ડાંગ જિલ્લાના વહીવટી તંત્રનાં અધિકારીઓની મિલીભગતથી આવા બોગસ કામો કરીને સરકારના પૈસા ચાવ કરી જતા હોય છે. અને જવાબદાર અધિકારીઓ બોગસ કામોને હાથ આડા કાન કરીને ભ્રષ્ટાચારીઓને વેગે આપી રહ્યા છે તે સ્પષ્ટ તસવીરોમાં જોઈ શકાય છે.