Crime

ડાંગમાં ફરી એક સાઈબર ફ્રોડનો ગુનો પોલીસ મથકે નોંધાયો:

પાર્સલ મેળવવા એરપોર્ટની કસ્ટમ ફીના નામે ૨૪,૮૦૦ પડાવ્યા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગમાં ફરી એક સાઈબર ફ્રોડનો ગુનો પોલીસ મથકે નોંધાયો:

પાર્સલ મેળવવા એરપોર્ટની કસ્ટમ ફીના નામે ૨૪,૮૦૦ પડાવ્યા

દિનકર બંગાળ, વઘઈ : આધુનિક યુગમાં સાઈબર ફ્રોડના શિકારો હવે રાજ્યના દક્ષિણે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહ્યાં છે. ત્યારે વધુ એક સાઈબર ફ્રોડની ઘટના વઘઈ તાલુકાના ભવાડી ગામે રહેતા એક પરિવારના સભ્યો સાથે બનવા પામી છે.

મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ભવાડી ગામે રહેતો જયેશભાઈ કાળુભાઈ મોકાશી જેઓ ખેતી કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાનોમાં એક પુત્ર અને પુત્રી સાથે તા.૨૧/૦૪/૨૦૨૪ ના રોજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં જયેશભાઈ કાળુભાઈ મોકાશીના પુત્રી પર અજાણ્યા ઈસમે કોલ કરી, કસ્ટમ ડ્યુટી ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. વધુ ઈસમે જણાવેલ કે, તમારું પાર્સલ છે. પાર્સલ મેળવવા માટે તમારે ફી ચૂકવવી પડશે. ત્યારે પુત્રીએ જણાવ્યું કે, મેં કોઈ પાર્સલ મંગાવ્યું નથી. જ્યારે અજાણ્યા ઈસમે વોટ્સઅપ પર પાર્સલના ફોટો પાડીને મોકલાવ્યા હતા. જે બાદ પુત્રીને લાગ્યું કે, ખરેખર મારું જ પાર્સલ છે. અને ફ્રોડ કરનાર ઈસમે જયેશભાઈની પુત્રીને તાત્કાલિક ફી ભરવા કહ્યું હતું. ત્યારે પુત્રીએ તેનો જ ભાઈ નામે કિરણના મોબાઈલમાંથી ફોન પે મારફતે ૨૪,૮૦૦ રૂપિયા મોકલ્યા હતા. જ્યારે ઈસમે વધુ ૮૭,૦૦૦ રૂપિયાની માંગ કરતા પુત્રીના પિતા અને ભાઈને લાગ્યું કે આ ફ્રોડ થઈ રહ્યો છે. જેથી જયેશભાઈ મોકાશીએ સાઈબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર મામલે વઘઈ પોલીસ મથકે IPC ની કલમ 420 અને ધી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008 અધિનિયમની કલમ 66(D) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button