Dang

ડાંગ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને ‘વિઝન ૨૦૪૭’ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે વર્કશોપનું આયોજન કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને ‘વિઝન ૨૦૪૭’ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે વર્કશોપનું આયોજન કરાયું:

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને વિઝન–૨૦૪૭ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે આહવા ખાતે એક વર્કશોપનું આયોજન કરાયું હતું.

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન કચેરી દ્વારા આયોજિત આ વર્કશોપમાં, આઝાદીના ૭૫ વર્ષની ગત ઉજવણી પ્રસંગે દેશને સને ૨૦૪૭ સુધીમાં “વિકસિત ભારત” સાથે “વિકસિત અર્થતંત્ર” બનાવવાનું વિઝન પણ નક્કી કરવામાં આવ્યું છે. તેની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી હતી.

The India@2047- એક “ભવિષ્ય માટે તૈયાર ભારત” માટેનું વિઝન પ્લાન જે આઝાદ ભારતના ૧૦૦ વર્ષ માટેનું છે. ભારત દેશ સ્વતંત્રતાના ૧૦૦મા વર્ષની ઉજવણી માટે, સરકારે “ભવિષ્ય માટે તૈયાર ભારત” માટે વિઝન પ્લાન પર કામ શરૂ કરાયું છે.

ગુજરાત સરકાર “India@2047” ની માર્ગદર્શિકા નોંધમાં સૂચવેલ માળખાને સમાવિષ્ટ કરીને, ગુજરાત રાજ્ય માટે “વિઝન વિકસિત ગુજરાત@૨૦૪૭” તૈયાર કરેલ છે. “વિકસિત ગુજરાતનું” સ્વપ્ન એવી પરિકલ્પના પર આધારિત છે કે જેમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં, રાજ્યનો દરેક નાગરિક એક “મૂલ્યવાન” સમાજના માળખામાં રહીને “શ્રેષ્ઠ જીવન” (Living Well) અને “આર્થિક સમૃધ્ધિ” (Earning Well) ધરાવતો હશે.

આવી જ રીતે “વિકસિત ગુજરાત@૨૦૪૭” ની સંકલ્પના ઉપર આગળના ભાગરૂપે જિલ્લાના વિઝન-૨૦૪૭ ડોક્યુમેન્ટ તૈયાર કરવાના થાય છે. જે માટે ડાંગ જિલ્લાના મુખ્ય આર્થિક, ભૌગોલિક, સામાજિક હાલની સ્થિતિ તેમજ દરેક વિભાગો સાથે ટૂંકા ગાળા, અને લાંબા ગાળાના આયોજન વિશે ચર્ચા, મીટિંગ અને સંકલન કરી જિલ્લાના વિઝન@૨૦૪૭ ડોક્યુમેન્ટ તૈયાર કરવા અંગેના મહત્વના મુદ્દાઓની ચર્ચા, ડાંગ કલેક્ટશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

આ વર્કશોપમાં જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત જુદાં જુદાં વિભાગના અધિકારીશ્રીઓએ હાલના પ્રશ્નો, પડકારો અને આગામી સમયમાં સમસ્યાના નિવારણ માટે આયોજન, અને ઉપાયો અંગે ચર્ચા વિચારણા કરી હતી.

તેમજ “ડાંગ જિલ્લાના વિઝન@૨૦૪૭” ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે માર્ગદર્શન અને નિરીક્ષણ માટે વિભાગ તરફથી નિયુક્ત સંયુક્ત નિયામક શ્રી એ.એ.ક્ષીરસાગરે ખાસ ઉપસ્થિત રહી, “વિઝન@2047” ડોક્યુમેન્ટ તૈયાર કરવા અગત્યના સૂચનો આપ્યા હતા.

આગામી સમયમાં વિભાગવાર માહિતી સંકલિત કરી ડાંગ જિલ્લાનું વિઝન@૨૦૪૭ ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button