Political

ડાંગ જિલ્લાના વયસ્ક મતદારે મતદાનનો સંકલ્પ લીધો

 શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાના વયસ્ક મતદારે મતદાનનો સંકલ્પ લીધો

દિનકર બંગાળ, વઘઈ: લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં, એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. ત્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ સાથે જ, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ‘મીડિયા સેન્ટર’ કાર્યરત કરાયુ છે. જેમાં સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફી લઇ મતદાનની ભૂમિકા અદા કરવા નાગરીકો સંકલ્પ લઇ રહ્યા છે.

આહવા તાલુકાના ઇસદર ગામના નિવાસી એવા વયસ્ક મતદાર શ્રી સનદભાઇ ચોર્યાએ અહિં સેલ્ફી પોઇન્ટ પર ફોટો લઇ લોકશાહીના પર્વમાં ભાગ લેવા અન્ય નાગરીકોને પણ આહવાન કર્યું હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button