આહવા ખાતે ‘સખી મેળા’મા જોડાયેલી મહિલાઓ આત્મનિર્ભર બની :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જીલ્લા મથક આહવા ખાતે ‘સખી મેળા’મા જોડાયેલી મહિલાઓ આત્મનિર્ભર બની :
આહવા: ગુજરાત સરકારની છેલ્લા 20 વર્ષની વિકાસ યાત્રાનુ ‘વંદે ગુજરાત પ્રદર્શન’ તેમજ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણનો ‘સખી મેળો’ ડાંગના આંગણે આવી પહોંચ્યો છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ‘સખી મેળા’ મા સખી મંડળની બહેનો દ્વારા જુદા જુદા પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ્સ ગોઠવવામા આવ્યા છે.
ડાંગ જિલ્લાની હજારો મહિલાઓ ‘સખી મંડળ’ મા જોડાઈને આત્મનિર્ભર બની રહી છે. આહવા ખાતે આયોજિત સખી મંડળોની મહિલાઓ દ્વારા તૈયાર કરેલ, 50 જેટલા વિવિધ વાનગીઓ, હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓના વેચાણ-પ્રદર્શન સ્ટોલ્સ લોકાર્ષણ જમાવી રહ્યા છે.
આ મેળામા ડાંગ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી પણ હસ્તકળા, હેન્ડલૂમ, વિવિધ ફૂડ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રામીણ મહીલા જૂથો આ મેળાનો હિસ્સો બનવા પધાર્યા છે. તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક ચીજ વસ્તુઓ, આ મેળામા વેચાણ થઈ રહ્યું છે.
21 જૂની 2022, સુધી સવારના 10 થી રાત્રિના 9 વાગ્યા દરમિયાન ચાલનારા આ ‘સખી મેળા’મા ડાંગ જિલ્લાના સ્થાનિક લોકો મુલાકાત લઈ રહ્યા છે.