Dang

ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું:

દિનકર બંગાળ, વઘઈ: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વાર ગ્રામ પંચાયતો માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગત વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ડાંગ જિલ્લામાં ૫૯ વિભાજન, ૧ મધ્યસત્ર, તથા ૧ પેટા ચૂંટણી મતદાન તા.૨૨/૦૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંઘીનગરના આદેશ મુજબ શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોએ/વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા અંગે સૂચનાઓ આપેલ છે. જેને અનુલક્ષીને જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે માટે ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૧)થી નીચે મુજબના કૃત્ય કરવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

(૧) શસ્ત્રો, તલવાર, ભાલા, ઘોડા, બંદુક, છરા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ યંત્ર, શસ્ત્ર કે સાધન સાથે લઈ જવું નહિ,
(ર) કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવું નહિ,
(૩) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવાનાં યંત્રો, શસ્ત્રો અથવા સાધન સાથે લઈ જવું નહિ,
(૪) મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખાડવા નહિ,
(પ) જેનાથી સુરૂચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ. તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી નહિ. ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુે તૈયાર કરવા નહિ, અથવા તેનો ફેલાવો કરવો નહિ,
(૬) કોઈ સરઘસમાં સળગતી કે પેટાવેલી મશાલ લઈ જવી નહિ,
(૭) લોકોને અપમાનિત કરવાના ઇરાદે જાહેરમાં બુમો પાડવી નહિ, ગીતો ગાવા નહીં કે વાદ્ય વગાડવું નહિ.

આ હુકમ નીચે મુજબના વ્યક્તિઓને લાગુ પડશે નહી.

(૧) સરકારી નોકર કે કામ કરતી કોઈ પણ વ્યકિત કે જેને તેના ઉપરી અધિકારીએ ચુંટણી કામગીરી કે સરકારી કામે આવું કોઈ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય, અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની જેમની ફરજ હોય,
(ર) જિલ્લાા મેજીસ્ટ્રેટશ્રી અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ પોલિસ અધિકારી દ્વારા જેની શારીરિક અશકતતાને કારણે શરીરને ટેકો આપવા લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપેલ હોય.

આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

આ જાહેરનામું તારીખ ૨૭/૦૬/૨૦૨૫ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામું સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારને લાગુ પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button