ડાંગ જિલ્લામાં પત્રકારને ધમકી આપનારે માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકારી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં પત્રકારને ધમકી આપનારે માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકારી
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં ધવલીદોડ ગ્રામ પંચાયતનાં સરપંચનાં પતિ રમેશ ગાંગોર્ડે એ પત્રકારને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલી એવુ પણ બોલવામાં આવ્યું હતું કે તુ મને જાણતો નથી હું કોણ છું ત્યારે એજ સરપંચનાં પતિ રમેશ ગાંગોર્ડે એ ડાંગ જિલ્લાના પત્રકાર મિલનભાઈ ધુળે તથા તમામ પ્રત્રકાર યુનીયન પાસેથી માફી માગી છે.
ઉલ્લેખનીય છે કે, ધવલીદોડ ગ્રામ પંચાયતમાં થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લાના પત્રકાર મિલનભાઈ ધુળેએ છાપેલ અહેવાલ જોઈ સરપંચનાં પતિ રમેશ ગાંગોર્ડે એ જોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ધમકી તથા ગાળો આપવામાં આવી હતી.
ત્યારે ધમકી આપેલ પત્રકાર તથા ડાંગ જિલ્લાના પત્રકારો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ધવલીદોડ ગ્રામ પંચાયતનાં સરપંચનાં પતિ રમેશ ગાંગોર્ડે એ પત્રકાર મિલનભાઈ ધુળે અને ડાંગ જિલ્લાના તમામ પત્રકારો પાસેથી જાહેરમા માફી માગી છે.