Agricultural

ડાંગ જિલ્લામાં બાગાયતી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં બાગાયતી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાયું:

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: બાગાયત વિભાગ તરફથી બાગાયત ખાતાની ચાલુ યોજનાઓ હેઠળ ડાંગ જિલ્લાના ખેડુતો માટે નવીન આઇ-ખેડ઼ત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે.

ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની ચાલુ યોજનાઓ હેઠળ ડાંગ જિલ્લાના ખેડુતો માટે નવીન આઇ-ખેડ઼ત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા બાગાયત ખાતાની યોજનાકિય સહાયિતની યોજનાનો લાભ લેવા માંગતા ખેડુત મિત્રોએ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. બાગાયતદારોએ યોજનાની સહાય લેવા માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સાથે દિન-૭ માં ડાંગ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી4 આહવા-ડાંગ ખાતે જમા કરાવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે આપના તાલુકાના બાગાયત અધિકારીશ્રી તથા નાયબ બાગાયત નિયામકશ્રી આહવા-ડાંગ ફોન નં.૦૨૬૩૧-૨૨૧૨૭૩ ઉપર સંપર્ક સાધવો તેમજ યોજનાની વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા નાયબ બાગાયત નિયામકશ્રી આહવા-ડાંગ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અ.નં. ઘટક
૧ અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
૨ આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ
૩ આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય
૪ ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
૫ કમલમ ફળ (ડ્રેગનફૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
૬ ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) :..
૭ ક્રોપ કવર/બેગ (કેળ/૫પૈયા પાક માટે)
૮ કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
૯ કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ
૧૦ ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીંગ પેકીંગ એકમ ઉભા કરવા સહાય
૧૧ ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીંગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
૧૨ ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
૧૩ ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
૧૪ દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર
૧૫ નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય
૧૬ પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ
૧૭ પ્લગ નર્સરી (વનબંધુ)
૧૮ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ
૧૯ પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય
૨૦ ફ્રુટ કવર(આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફ્રૂટ))
૨૧ ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય
૨૨ ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
૨૩ બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
૨૪ બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય
૨૫ વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
૨૬ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન
૨૭ સરગવાની ખેતીમાં સહાય
૨૮ સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ
૨૯ દેવીપુજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય
૩૦ મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)
૩૧ દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ
૩૨ નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય
૩૩ હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર માં સહાય
૩૪ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
૩૫ કાપણીના સાધનો
૩૬ પ્રોસેસીંગના સાધનો
૩૭ બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય
૩૮ બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા /ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત
૩૯ ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ
૪૦ બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટે સહાય
૪૧ મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ (હેક્ટર દીઠ)
૪૨ બોરવેલ/ પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર
૪૩ લણણીના સાધનો
૪૪ જૂના તેલપામના બગીચામાં ફેર રોપણી માટે (રોપા દીઠ)
૪૫ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
૪૬ પપૈયા
૪૭ કેળ (ટીસ્યુ)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button