South Gujarat

ડાંગ જિલ્લામાં સભા સરઘસ બંધી અંગે ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનુ જાહેરનામું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ડાંગ જિલ્લામાં સભા સરઘસ બંધી અંગે ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનુ જાહેરનામું:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતો માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગત વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ડાંગ જિલ્લામાં ૫૯ વિભાજન, ૧ મધ્યસત્ર, તથા ૧ પેટા ચૂંટણી મતદાન તા.૨૨/૦૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.

આ સમય દરમિયાન જુદા જુદા હરીફ જૂથો વચ્ચે ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. જેથી આવા જુદા જુદા જૂથો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવનાઓ નકારી શકાય નહી. તેમજ આ ઘર્ષણના કારણે જાહેર સુલેહ શાંતિનો ભંગ પણ થવા સંભવ રહે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે, ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ થી ઉપલબ્ધ જોગવાઈઓ અન્વયે એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યું છે.

(૧) કોઈ પણ વ્યક્તિઓએ સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગાં થવું નહીં, કોઈ સભા કરવી કે બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં,
(૨) કોઈ પણ રાજકીય પક્ષો અથવા કે ઉમેદવારોએ ચુ્ંટણી માટે પ્રચાર અગર અન્ય કાર્યક્રમ માટે સરઘસ કાઢવા માટે સક્ષમ અધિકારીની જરૂરી પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે,
(૩) સરઘસ યોજાનાર પક્ષે કે ઉમેદવારે સરઘસ શરૂ થવાના સમય અને સ્થળ, પસાર થવાનો માર્ગ, સરઘસ પુરૂ થવાનું હોય તે સ્થળ અને સમય અંગે અગાઉથી નિર્ણય કરી સંબંઘિતોને જાણ કરવાની રહેશે,
(૪) અન્ય રાજકીય પક્ષો અથવા ઉમેદવારો દ્વારા આયોજિત જાહેર સભાઓ અથવા સરઘસોમાં ખલેલ પહોંચાડવી નહિ,
(પ) મતદારોની ઘાર્મિક, સાંપ્રદાયિક, જાતીય/કોમી લાગણીઓ દુભાવવી નહિ. પ્રવર્તમાન મતભેદો વઘારે ગંભીર રૂપ ઘારણ કરે અથવા પરસ્પર દ્રેષભાવ ઉભો થાય અથવા જુદી જુદી જાતિઓ, સમુદાયો અથવા ઘાર્મિક અથવા ભાષાકીય જૂથો વચ્ચે તણાવ ઉભો થાય તેવી પ્રવૃત્તિ કરવી નહિ.

અપવાદ : આ હુકમ નીચેના વ્યક્તિઓને લાગુ પડશે નહી.

(૧) ફરજ પર સરકારી નોકરી અથવા રોજગાર માં હોય તેવી વ્યક્તિઓ,
(૨) કોઈ લગ્ન નાં વર ઘોડાને, દેવળમાં પ્રાર્થના, સ્મશાન યાત્રા ને,
(૩) મંદિર, મસ્જિદ અથવા દેવળમાં પ્રાર્થના કરતી બોનોફાઇડ વ્યક્તિઓ,
(૪) એસ.ટી. બસ માં, રેલ્વેમાં મુસાફરી કરવા માંગતા વ્યક્તિઓ,
(૫) અત્રેથી આપવામાં આવેલ ખાસ કિસ્સા તરીકેની પરવાનગી,

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તારીખ ૨૭/૦૬/૨૦૨૫ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામું ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના મત વિસ્તારને લાગુ પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button