ડાંગ જિલ્લામાં ICDS વિભાગનું વિકાસનાં નામે સુરસુરિયું:
વઘઈના ચિકાર ગામે એક વર્ષથી બંધાતી આંગણવાડી હજી પુરી નથી થઈ: ગ્રામજનોમાં આક્રોશ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં ICDS વિભાગનું વિકાસનાં નામે સુરસુરિયું:
વઘઈના ચિકાર ગામે એક વર્ષથી બંધાતી આંગણવાડી હજી પુરી નથી થઈ: ગ્રામજનોમાં આક્રોશ
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં સમાવિષ્ટ (રંભાસ) ચિકાર ગામે એક વર્ષ વીતિ ગયાં છતાં આંગણવાડી મકાનની કામગીરી અધુરી જ રહી છે. ચિકાર ગામના નાનાં ભુલકાઓનેં રોજેરોજની મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ચોમાસા દરમિયાન પણ ભેજવાળી આબોહવામાં બેસવાની નોબત આવે છે.
વઘઈ તાલુકા પંચાયતનાં ચિકાર ગામના આંગણવાડી મકાનની કામગીરી એક વર્ષથીં આજની ઘડી સુધી અધુરી હોવાથી ભુલકાઓનેં આંગણવાડીના વર્કરનાં ઘરઆંગણે બેસાડવામાં આવે છે. આંગણવાડીના વર્કરને ભાડાં ભથ્થું પણ મળતું નથી અને
આઈસીડીએસના આંગણવાડી સુપરવાઈઝરની બેદરકારીનાં કારણે ભાડું ભથ્થું પણ ચુકવાતું નથી અથવા તે રકમનો બારોબાર વહીવટ થઇ જતો હોવાની લોકચર્ચા ચાલી રહી છે. ચિકાર ગામના આંગણવાડી કેન્દ્રોનાં મકાનની કામગીરીમાં એક વર્ષ વિતી ગયાં
છતાં નિમ્ન કક્ષાના મટીરીયલનો ભરપુર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે તેવી નોબત આવી છે. આવી કામગીરી કરનાર કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો કામગીરીમાં સુધારો લાવે એવી લોકો માંગ ઉઠી છે.