ડાંગ જિલ્લામા કુલ ૬૦ પૈકી ૧૬ ગ્રામ પંચાયતો સંપુર્ણ બિનહરીફ થતા ૪૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામા કુલ ૬૦ પૈકી ૧૬ ગ્રામ પંચાયતો સંપુર્ણ બિનહરીફ થતા ૪૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતો માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગત વાર કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ ડાંગ જિલ્લામા પણ આ ચૂંટણીનુ મતદાન તા.૨૨/૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.
આ ચૂંટણીઓ માટે તા. ૯ મી જૂન ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી. જ્યારે તા.૧૧ જૂન ૨૦૨૫ ના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી.
ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર-વ-ચૂંટણી આયોગના અધિકારી સુશ્રી કાજલ આંબલીયા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા કુલ ૨૬ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી. જેમાંથી ૭ ગ્રામ પંચાયત સંપુર્ણ બિનહરીફ જાહેર થતા હવે ૧૭ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર છે. તે જ રીતે વઘઇ તાલુકામા કુલ ૧૭ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી. જેમાંથી ૫ ગ્રામ પંચાયત સંપુર્ણ બિનહરીફ જાહેર થતા હવે ૧૨ ગ્રામ પંચાયતો, જ્યારે સુબીર તાલુકામા કુલ ૧૭ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી. જેમાંથી ૪ ગ્રામ પંચાયત સંપુર્ણ બિનહરીફ જાહેર થતા હવે ૧૩ ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર છે. આ ઉપરાંત આહવા તાલુકામા ૨ ગ્રામ પંચાયત અંશત બિનહરીફ જાહેર થયેલ છે.
આમ, હવે જિલ્લાની કુલ ૪૨ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. જેના માટેની તૈયારીમાં ચૂંટણી તંત્ર વ્યસ્ત થઈ ચુક્યું છે.