Dang

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો:

જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષસ્થામાં ૭ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા:  ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૭ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો.

આહવા ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે  ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને ધ્યાનપૂર્વક સાંભળી, અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી. સાથે જ જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ અરજદારોની સમસ્યાઓ નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.

આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.બી.ચૌધરી, દક્ષિણ મદદનીશ વન સંરક્ષક શ્રી સુરેશ મિણા, પ્રાંત અધિકારી સુ.શ્રી કાજલ આંબલીયા, સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button