South Gujarat

ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની યોજાઇ બેઠક:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની યોજાઇ બેઠક:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન તેમજ ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.ડી.તબીયારની ઉપસ્થિતિમા, જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમા પુરવઠા અધિકારી શ્રી યુ.વી.પટેલ દ્વારા જિલ્લાના ગોડાઉનમા ઉપલબ્ધ જથ્થાની ચર્ચા કરી, લક્ષિત વિતરણ વ્યવસ્થા યોજના અન્વયે “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ, અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુંટુબોને મળવાપાત્ર જથ્થાની સમિક્ષા કરવામા આવી હતી. તેમજ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા તકેદારી સમિતિની રચના કરી, નિયમિત બેઠકો કરવા અંગે ચર્ચા કરવામા આવી હતી.

ડાંગ જિલ્લામા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કરવામા આવતી આવશ્કય ચીજવસ્તુઓનુ વિતરણ જે સરેરાશ ૯૫ થી ૯૭ ટકા આધારિત વિતરણ કરવામા આવે છે. આ બેઠકમા વાજબી ભાવની દુકાનોના આગેવાનો, સામાજીક કાર્યકરો, અને સમિતિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button