Crime

ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રિવેદીએ 89 હજાર અને T.Y.B.A નો વિદ્યાર્થીએ 15 હજાર ગુમાવ્યા:

ડાંગ જિલ્લામાં સાઈબર ફ્રોડની બે ઘટના આવી પ્રકાશમાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રિવેદીએ 89 હજાર અને T.Y.B.A નો વિદ્યાર્થીએ 15 હજાર ગુમાવ્યા:

ડાંગ જિલ્લામાં સાઈબર ફ્રોડની બે ઘટના આવી પ્રકાશમાં:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ પોલીસ દ્વારા સાઈબર ફ્રોડનો શિકાર નાગરિકો ન બને તેના માટે ડાંગ જિલ્લાની પોલીસ દ્વારા ઘણા જાગૃતિના કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને અવેરનેસ કેમ્પેન કરવામાં આવતા હોય છે. છતાં સાયબર ફ્રોડની ઘટનાઓ બંધ થવાનું નામ નહીં લેતી, અને શિક્ષિત, જાગૃત નાગરિકો ફસાઈ રહ્યા છે.

હાલ જિલ્લામાં સાઈબર ફ્રોડ અંગેની બે ઘટના પ્રકાશમાં આવી છે. અને વિચારી પણ ન શકાય તેવાં નાગરિકો સાઈબર ફ્રોડનો શિકાર બનવા પામ્યા છે. ડાંગ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રિવેદી સાઈબર ફ્રોડનો શિકાર બન્યા છે. સરકારી પ્રોગ્રામ માટે દિલ્હી ત્રણ દિવસ માટે જવાનું હોવાથી મેલ આવ્યો હતો. તેઓએ સુરતથી દિલ્હી જવા માટે ઓનલાઈન વિમાનની ટિકિટ બુકિંગ કરાવવાની ઘટના દરમિયાન સાઈબર ફ્રોડનો શિકાર બન્યા અને 89001/- રૂપિયા ગુમાવ્યા છે. સમયસૂચકતા ધ્યાનમાં રાખી તેમના સાથે સાઈબર ફ્રોડ થયો. તેમને લાગતા સાઈબર ફ્રોડ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કર્યો અને મદદ માંગી હતી.

બીજી ઘટનામાં વલસાડ ખાતે T.Y.B.Aમાં અભ્યાસ કરતો 19 વર્ષનો ડાંગ જિલ્લાના પીપલદહાડ ગામનો યુવાન instagram પર ન્યૂડ વીડિયો જોય છે. જે અંગે ફરિયાદ કરવામાં આવી છે. અને પતાવટ માટે કોઈ અજાણ્યા ઈસમે સુરતથી પોલીસની ઓળખ આપી 15,444 રૂપિયાનો સાઈબર ફ્રોડ કર્યો હતો.

બન્ને ઘટનામાં બંને નાગરિકો શિક્ષિત, જાગૃત હોવા છતાં પણ સાઈબર ફ્રોડનો શિકાર બન્યા તે ચિંતાજનક બાબત છે. જેથી નાગરિકોમાં સાઇબર ફ્રોડ અંગે જાગૃતતા આવે તે ખૂબ જ જરૂરી બનવા પામ્યું છે. હાલ બન્ને ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ડાંગ-આહવા ખાતે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી સાથે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button