South Gujarat

ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની યોજાઇ બેઠક:

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પૂર્વમંજૂરી વિના ગેરહાજર રહેનાર અધિકારીઓનો જવાબ તલબ કરાશે

ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની યોજાઇ બેઠક:

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પૂર્વમંજૂરી વિના ગેરહાજર રહેનાર અધિકારીઓનો જવાબ તલબ કરાશે

દિનકર બંગાળ, વઘઈ : આજરોજ ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આહવા ખાતે ડાંગ કલેકટરશ્રીના અધ્યક્ષાને બેઠક યોજાઇ. જિલ્લાના સંકલન અધિકારીઓની ગેરહાજરી બાબતે કડક વલણ અખત્યાર કરતાં, જિલ્લા કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ, પૂર્વમંજૂરી વિના ગેરહાજર રહેનારા અધિકારીઓને નોટિસ ઇસ્યુ કરી, તેમનો જવાબ તલબ કરવાની સૂચના આપી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમાં ચર્ચા કરતાં કલેકટરશ્રીએ, જિલ્લાના જુદા જુદા વિભાગો/કચેરીઓની જિલ્લા કક્ષાની કમિટિઓના સભ્યો એવા પદાધિકારીઓ વિગેરેને, સમયસર બેઠક અંગેની જાણ કરવા સાથે નિયત એજન્ડા મોકલવામાં આવે તે બાબતે ગંભીરતા દાખવવા પણ સંબંધિત સભ્ય સચિવશ્રીઓને સૂચના આપી હતી.

ગત માસની યોજાયેલી સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમાં, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિત ઉપસ્થિત ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ દ્વારા રજૂ થયેલા મુદાઓ સામે, સબંધિત વિભાગોએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરતાં કલેકટરશ્રી ચૌધરીએ મહેસૂલી દાખલાઓમાં ક્ષતિ સુધારણા, બોર્ડર વિલેજના આવાસ યોજનાના લાભાર્થીઓના બાકી ચૂકવણા, આહવાના પ્રવેશદ્વારે કચરાનો નિકાલ અને તેનું વ્યવસ્થાપન, ગ્રામ પંચાયત કક્ષાએ TCM અને ડેટા એન્ટ્રી ઓપરેટરની નિયમિતતા, અકસ્માત નિવારણના પગલાઓ, પાણીના સ્ત્રોતનું યોગ્ય વ્યવસ્થાપન અને પૂર્વ આયોજન, જૂના બાકી વિકાસ કામો, વન અધિકાર અધિનિયમ અંગેના કેસોમાં રહેલી વિસંગતતા, ૭/૧૨ અને પ્રોપર્ટી કાર્ડની બાબત સહિત, નવાગામ (સાપુતારા)ના પ્લોટ ધારકોને પાકા મકાન બાંધકામની પરવાનગી જેવા મુદ્દે, વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી, જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં ધારાસભ્ય-વ-નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે ઉપસ્થિત રહી, સબંધિત વિભાગો પાસેથી પૂરક વિગતો મેળવી જરૂરી સૂચનો રજૂ કર્યા હતા. દરમિયાન આજની બેઠકમાં શ્રી પટેલે રજૂ કરેલા BSNLના ટાવરના પ્રશ્નની પણ ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિના ભાગ-૨ની સમીક્ષા દરમિયાન સરકારી લેણાંની બાકી વસૂલાત, તુમાર સે, નાગરિક અધિકાર પત્ર અને માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓની સમીક્ષા, પેન્શન કેસ, ઓડિટ પેરા, ગ્રામસભાના પ્રશ્નો, સી.એમ. ડેશબોર્ડની અરજીઓ સહિત શિક્ષણ-આરોગ્ય-વીજળી અને પાણીના પ્રશ્નોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત જિલ્લાના મુખ્ય વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

સંકલન સમિતિ સહિત કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થાપન, ડ્રીસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી, ધાર્મિક દબાણો અને લેન્ડ ગ્રેબિંગ, ઘન કચરાનું વ્યવસ્થાપન જેવી શ્રેણીબદ્ધ બેઠકોમાં કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ, જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button