Dang

ડાંગ જિલ્લા સંકલન સમિતિની યોજાઈ બેઠક:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા સંકલન સમિતિની યોજાઈ બેઠક:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે ઉપસ્થિત રહી આહવા નગરના પાણીના પ્રશ્નો તેમજ જિલ્લામાં પાણી સમસ્યા નિરાકરણ અને છેવાડાના ગામો સુધી બસ પહોચાડવા અંગે ચર્ચા કરી હતી.

બેઠકમાં શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, આહવા તેમજ ડાંગના અન્ય તમામ વિસ્તારોમાં પાણી બાબતેનો સર્વે કરી દરેક લોકોને પાણી મળી રહે તે હિતાવહ છે. સાથે જ છેવાડાના ગામડાઓમાં જરૂરીયાત મુજબ બસો શરૂ કરવા પણ એસ.ટી વિભાગને જણાવ્યું હતું. તેમજ અધિકારીશ્રીઓને લોકહિતાર્થે નિર્ણય કરવા જણાવ્યું હતું.

જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે જિલ્લાના વહીવટી તંત્રને સંવેદનશીલતા સાથે, નિયત સમય મર્યાદામાં જવાબ રજૂ કરવા બાબતે માર્ગદર્શન આપતા, ડાંગના ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.ડી. તબીયારે, પ્રજા પ્રતિનિધિઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે જરૂરી છે તેમ કહયું હતું.

નાબય પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલે તમામ અધિકારીશ્રીઓને સાઈબર જાગૃતિ માટે ઉદાહરણો આપી સાઇબર ફ્રોડથી બચવા શું કરવું, કેવા પગલાં લેવાં અંગે સુચનો કર્યાં હતા. તેમજ તમામને સાઇબર ફ્રોડથી જાગૃત રહેવા જણાવયું હતું. કોઇપણ વ્યક્તિ સાથે સાઇબર ફ્રોડ થાય તો તરત ૧૯૩૦ નંબર ઉપર કોલ કરવા જણાવ્યું હતું.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરલ પટેલે તમામ વિભાગના અધિકારીશ્રીઓને સોશીયલ મિડીયા એકાઉન્ટ બનાવવાની અપીલ સાથે કનેક્ટ ગુજરાતની થીમ અંગે જાણકારી આપી હતી.

દરમિયાન જિલ્લાની આરોગ્યની અને શિક્ષણની સ્થિતિ, એસ્પિરેશનલ બ્લોક-સુબીર, ખુલ્લા બોરવેલ, સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો, CM ડેશબોર્ડ અને PG પોર્ટલની અરજીઓ, સહિત ભાગ-૨ના નિયમિત મુદ્દાઓની પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા સંકલન સમિતિની બેઠકની સાથે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી કમિટી, ટ્રાફિક સલાહકાર સમિતિ, ધાર્મિક દબાણ, બોગસ દસ્તાવેજો અને લેન્ડ ગ્રેબિંગ, ઈઝ ઓફ ડુઈંગ, ઘન કચરાનું વ્યવસ્થાપન જેવા શ્રેણીબધ્ધ બેઠકો યોજાઇ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button