Crime

ઢોંગીઆંબા ગામે પોલીસે રેડ કરતાં દારૂ ઝડપ્યો, આરોપી ફરાર થતાં વોન્ટેડ જાહેર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ઢોંગીઆંબા ગામે પોલીસે રેડ કરતાં દારૂ ઝડપ્યો, આરોપી ફરાર થતાં વોન્ટેડ જાહેર:

દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ ઢોંગીઆંબા ગામે રહેતો શૈલેષભાઈ સયજુભાઈ ભીસરા જેઓના ઘરે ભારતીય બનાવટનો વિદેશી અને દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તેને કબજે કર્યો છે.સુબીર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે, બે પંચો સહિત પોલીસ આરોપીનાં ઘરે તપાસ કરવા જઈ રહી હતી. તે વેળાએ આરોપી શૈલેષે પોલીસને જોતાં ભાગી ગયો હતો.‌ પોલીસે આરોપીનાં ઘરની તપાસ કરતા ઓટલે કાળી બેગમાં ભારતીય બનાવટનો બિયર ટીન નંગ ૧૯ અને દેશીદારૂ ટેન્ગો નંગ ૧૮ એમ કુલ ૩૭ નંગ બોટલો જેની કિંમત ૩,૭૩૦/- રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી, આરોપી ફરાર થતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ ગુના બાબતે સુબીર પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button