Crime

તમે ડાકણ છો.! અમારા છોકરાઓને બીમાર કરી દુ:ખ પહોંચાડો છો..! તેમ કહી મહિલાને ત્રાસ:  

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

તમે ડાકણ છો.! અમારા છોકરાઓને બીમાર કરી દુ:ખ પહોંચાડો છો..! તેમ કહી મહિલાને ત્રાસ:

દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ લહાનકસાડ ગામે અંધશ્રદ્ધાનાં વહેમમાં જસુબેન નામની મહિલાને ‘તમે ડાકણ છો’, અમારા છોકરાઓને બીમાર કરી દુ:ખ પહોંચાડો છો. તેમ કહી આરોપીઓ દ્વારા હેરાન પરેશાન સાથે તકરારો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ સુબીર પોલિસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ લહાનકસાડ ગામે તા.૧૦/૦૨/૨૦૨૫ ના રોજ સવારના સાત વાગ્યાના સુમારે રમણભાઈ કનસ્યાના ઘરે જઈ આરોપીઓ (૧) અનદભાઈ રાજુભાઈ સાવરે, (૨) ગુન્તાબેન રાજુભાઈ સાવરે અને (૩) જીગ્નેશભાઇ રાજુભાઈ સાવરે જેઓ કહેવા લાગેલ કે ‘તમે ડાકણ છો’, અમારા છોકરાઓને બીમાર કરી દુ:ખ પહોંચાડો છો. તેમજ અરજદાર સાથે અશ્લીલ ગાળો આપી, ઝગડો કરવા લાગ્યા હતા. નજીકમાંથી પથ્થરો તથા માટીના ઢેફાં ઊંચકીને અરજદાર તરફ ફેંકવા લાગેલ, અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે સંબંધે ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષકને અરજી કરી, પોતાના જોડે થયેલ ઘટના સંબંધે ન્યાય માટે ગુહાર લગાવી હતી. જે સમગ્ર મામલાને ધ્યાને લઈ સુબીર પોલીસ મથકે જસુબેન દ્વારા ત્રણ આરોપી વિરુદ્ધ તા.૦૪/૦૩/૨૦૨૫ ના રોજ બી.એન.એસ. અધિનિયમની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) તથા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનીષ્ટ અને અઘોરી અધિનિયમ ૨૦૨૪ ની કલમ નંબર ૩(૨), ૩(૩) મુજબ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button