South Gujarat

તાપી એજ્યુકેશન અકેડમી સંચાલિત પી.પી.સવાણી વિદ્યામંદિર ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

તાપી એજ્યુકેશન અકેડમી સંચાલિત પી.પી.સવાણી વિદ્યામંદિર ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ:

વ્યારા: તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા સંચાલિત પી.પી.સવાણી વિદ્યામંદિર, કાટગઢ, વ્યારા ખાતે તારીખ 05/10/2024- શનિવારના રોજ નવરાત્રી મહોત્સવ -2024 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં નવરંગ,નવગ્રહ નવદુર્ગાનું મહત્વ સમજાય તે પ્રમાણે ડેકોરેશન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થિનીઓને માં અંબા માતાના રૂપમાં આબેહૂબ વેશભૂષા તૈયાર કરાઈ હતી, માતાજીના રૂપમાં તેમની પૂજા ,અર્ચના તથા મહા આરતી તથા વિદ્યાર્થીનીઓ ના સ્વરે દેવી સ્ત્રોત પાઠથી કરવામાં આવી હતી.

ગરબા ની શરૂઆત વિદ્યાર્થીનીઓ દ્વારા માતાજીની ગરબી માથે લઈ ગરબે ઘૂમીને કરવામાં આવી. સાથે જ રાસ અને પારંપારિક હૂડો રજૂ કર્યો.
શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી આદિત્ય ઓડ, ધૈર્ય ચૌધરી, ઓમ ઢોડિયા અને આર્ય ઢોડિયાએ તલવારબાજી દ્વારા પોતાની કલા અને કૌવત દર્શાવ્યું હતી. ગરબાના તાલે અને સંગીતના સથવારે સમગ્ર શાળા પરિવારે ધામધૂમ થી ગરબા રમી માં દુર્ગાની પૂજા આરાધના કરી હતી.

નવરાત્રી મહોત્સવ માં ધોરણ 6 થી 12 માં “ગરબા કોમ્પિટિશન”નું અયોજન કરવામા આવ્યુ હતું.જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને રિલાયન્સ ટ્રેન્ડ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કુણાલ નાયકાએ જજ (નિર્ણાયક) તરીકે ભૂમિકા બજાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ગુજરાતી માધ્યમના આચાર્ય અલ્પેશ ગજેરા અંગ્રેજી માધ્યમના આચાર્ય અંકિત પંચોલીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન, વ્યવસ્થા અને સંકલન સહ અભ્યાસ પ્રવૃત્તિના કો ઓર્ડીનેટર પૂનમ ભાવસાર એ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button