South Gujarat

તાપી જિલ્લામાં “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

તાપી જિલ્લામાં “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરાયું:

જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા ‘ઓપરેશન અભ્યાસ’અંતર્ગત સમગ્ર રાજ્યના ૧૮ જિલ્લાઓ સહિત તાપી જિલ્લામા ૦૭ મે ના રોજ સાંજે ૪ મોકડ્રિલ યોજાશે:

સાંજે ૪ વાગ્યે મોકડ્રીલ તથા સાંજે ૭.૪૫ થી ૮.૧૫ એટલે કે ૩૦ મિનિટ સુધી બ્લેક આઉટ અંતર્ગત લાઇટ બંધ રાખવા કરાઈ અપીલ:

ગ્રામીણ ટુડે, તાપી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની “ઓપરેશન અભ્યાસ”ના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે તાપી જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન “ઓપરેશન અભ્યાસ”અંતર્ગત તા.૦૭-૦૫-૨૦૨૫ના રોજ સાંજે ૦૪ કલાકે જિલ્લાના મહત્વના ચાર સ્થળો જેમાં જે. કે પેપરમીલ, ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન, તેમજ કાકરાપારા ટાઉનશીપ ખાતે મોકડ્રિલ યોજાશે.

આ ઉપરાંત આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બ્લેક આઉટ (અંધારરપટ)ની મોકડ્રીલ તારીખ ૭ મે ૨૦૨૫ના રોજ રાત્રે ૭.૪૫ થી ૮.૧૫ એટલે કે ૩૦ મિનિટ સુધી બ્લેક આઉટ નું આયોજન કરાયું છે. જેમાં જિલ્લાવાસીઓને સ્વેચ્છાએ પોતાના ઘરની લાઈટ બંધ કરવા વહીવટીતંત્ર તરફથી અપીલ કરાઈ છે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ ના રાખવામાં આવે તે માટે પણ અનુરોધ કરાયો છે.

અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.

ઓપરેશન અભ્યાસના ભાગરૂપે યોજાનાર મોકડ્રિલ સમયે સાયરન વાગે તો નાગરિકોએ ગભરાવું નહીં.કોઈ પણ પ્રકારે મુશ્કેલી જણાય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ફોન નં. ૦૨૬૨૬ ૨૨૩૩૩૨ પર જાણ કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button