દેડીયાપાડા ખાતે વાર્ષિકોત્સવ “કલાકુંભ ૨૦૨૫” નું ભવ્ય આયોજન કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
દેડીયાપાડા ખાતે વાર્ષિકોત્સવ “કલાકુંભ ૨૦૨૫” નું ભવ્ય આયોજન કરાયું:
સર્જન વસાવા, દેડીયાપાડા: કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ તથા પોલિટેક્નિક કૃષિ ઇજનેરી, નવસારી કૃષિ યુનિવર્સિટી દેડીયાપાડા ખાતે તા.૨૩/૦૨/૨૦૨૫ ના રોજ વાર્ષિકોત્સવ “કલા કુંભ ૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે ડો.જયમીન નાયક, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ વિભાગ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને દેડીયાપાડા તાલુકાના પી.આઇ.શ્રી પી.જે.પંડયા સાહેબ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આચાર્ય અને ડીનશ્રી ડો. પી.કે.શ્રી વાસ્તવ, ડો. અલોક્સીંગ , આચાર્યશ્રી, પોલિટેક્નિક કૃષિ ઇજનેરી કોલેજ ડો.એસ.એચ.સેંગર, એસ.આર.સી.ચેરમેન, કુ.ઇ.ટે.કો. તથા ડો. હિતેશ સંચાવત એસ.આર.સી. ચેરમેન, પોલીટેકનીક કૃષિ ઇજનેરી કોલેજના આયોજન અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા અંદાજિત 20 જેટલી વિવિધ સાંસ્કુતિક કૃતિ જેવી કે નાટક, ગરબા, ડાંસ, મોનો એક્ટિંગ, ગ્રુપ સીંગીંગ, સોલો સીંગીગ વગેરેઓનું આયોજન થયેલ હતુ.
આ કાર્યક્રમ દ્વારા બન્ને કોલેજના વિદ્યાથીઓ દ્વારા સમાજમાં ઉચ્ચ અભ્યાસ, વ્યક્તિત્વ વિકાસ અને સમાજસેવા જેવા હકારાત્મક સંદેશા પહોચે એવો પ્રયાસ કરવામાં આવેલ હતો.