દેવમોગરા ગામમાંથી બે અલગ અલગ જગ્યાથી કુલ રૂ.૨૧.૩૩૫/- નો અંગ્રેજી દારૂ LCB નર્મદાએ ઝડપી પાડ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
દેવમોગરા ગામમાંથી બે અલગ અલગ જગ્યાથી કુલ રૂ.૨૧.૩૩૫/- નો અંગ્રેજી દારૂ LCB નર્મદાએ ઝડપી પાડ્યો:
સર્જન વસાવા, ડેડિયાપાડા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં અંગ્રેજી દારૂનો વેપલો વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્યારે પોલીસ પણ આ બાબતે સતર્ક રહી દારૂનો વેચાણ કે હેરાફેરી કરતા તત્વો પર બાજ નજર રાખી મુદામાલ પકડી પાડે છે.
ગતરોજ સાગબારા પોલીસે બાતમીના આધારે દેવમોગરા ગામમાં છાપી મારી બે અલગ અલગ જગ્યા પરથી અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં જશોદાબેન જેંતીભાઈ વસાવા રહે. દેવમોગરા તા.સાગબારા જી. નર્મદા ના ઓએ પોતાની દુકાનની અંદર ગે.કા., વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ અને બિયર મળી કુલ રૂપિયા ૧૩.૭૧૦/- નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.
જ્યારે બીજા ગુનામાં વિરલભાઈ ગોવિંદભાઇ વસાવા રહે. દેવમોગરા તા.સાગબારા નાઓ એ પોતાની દુકાન માં અંગ્રેજી દારૂ નું વેચાણ કરતા હોવાની બાતમી ના આધારે ત્યાં રેડ કરતા ત્યાથી અંગ્રેજી દારૂ અને બિયર નો કુલ મુદ્દામાલ રૂપિયા ૭.૬૨૫/- નો મુદામાલ જપ્ત કર્યો હતો. જોકે ઉપરોક્ત બંને ગુનામાં દારૂનું વેચાણ કરનાર મહિલા અને પુરુષ સ્થળ પર મળી નહીં આવતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ નર્મદા એલસીબી ટીમે બંને ગુનામાં કુલ રૂપિયા ૨૧.૩૩૫/- નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.