નર્મદા જિલ્લામાં સગીર બાળકી અને અસ્થિર મગજની મહિલા પર બળાત્કાર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લામાં સગીર બાળકી અને અસ્થિર મગજની મહિલા પર બળાત્કાર:
૧૪ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી છ માસથી બળાત્કાર કરાયો, અસ્થિત મગજની મહિલાને 13 અઠવાડિયાની ગર્ભવતી બનાવી;
સર્જન વસાવા, દેડીયાપાડા : નર્મદા જિલ્લામાં બનેલા બે બનાવોમાં એક સગીર વયની બાળકી અને અસ્થિર મગજની મહિલા સાથે શારીરિક સુખ માણનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, નાંદોદ તાલુકાના સાકવા ગામમાં બનેલી ઘટનામા હવસખોર વિશાલભાઇ દિનેશભાઇ તડવી રહે.બોરીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓએ એક સગીર વયની દિકરી ઉમર ૧૪ વર્ષ ૭ માસ, ૧૭ દિવસ ને એક વર્ષથી પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી છેલ્લા છ માસથી તેની સાથે અવારનવાર શારીરીક સબંધ બાંધી ગુનો કરતા રાજપીપળા પોલીસે પોક્સોનો ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજી ઘટના એકતાનગર પાસે બની જેમાં કોઈ અજાણ્યો પુરુષ ભોગ બનનાર અસ્થિર મગજની માનસિક નબળી હોવા છતા તેનો લાભ લઈ તેણી સાથે શારીરિક સબંધ બાંધી બળત્કાર કરી હાલમાં ૧૩ અઠવાડીયાની ગર્ભવતી બનાવતા સલામતી પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.