પલસાણાની મિલના પરપ્રાંતીય શ્રમજીવી રોહિતકુમારને અંતે અપાવ્યો ન્યાય:
ઇજાગ્રસ્ત શ્રમિકની વ્હારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની કોમર્શ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગની ટીમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ઇજાગ્રસ્ત શ્રમિકની વ્હારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની કોમર્શ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ, ગુજરાત રાજ્ય ની ટીમ:
શ્રમિક રોહિત ને કાયમી અપંગતા માટે વીમાના રકમ અને આઠ મહિના ના ભથ્થા પેઠે અને સારવાર અર્થે નો ખર્ચ મળીને કુલ 9,40135 જેટલી રકમ આપવા લેબર કોર્ટ કર્યો હુકમ.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા ઇકો ટેક્ષટાઇલ પાર્ક કાલાઘોડા ખાતે આવેલ હરિટેક્ષ મિલમાં કામ કરતો શ્રમિક રોહિતકુમાર સિંઘનો ગત માર્ચ 2022 માં કામ કરતા અકસ્માતે હાથ મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓ થઇ હતી ત્યારે મીલ માલિકે થોડો સમય સારવાર કરાવ્યા બાદ શ્રમજીવીને સારવાર આપવાનું બંધ કરાવતા રોહિત લાચાર બની જવા પામ્યો હતો અને પરપ્રાંતિય યુવાન માનશીક અને આર્થિકરીતે મુઝવણમાં મુકાયો હતો, અંતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની કોમર્શ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગની કડોદરા ખાતે આવેલી ઓફીસ ખાતે મદદ મેળવવા ફરિયાદ લઇ આવ્યા હતા, માનવ અધિકારની ટીમનો અને કોમર્શ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પ્રમુખ દેવેન્દ્ર માળી ( દેવાભાઈ) નો સંપર્ક કરતા તેઓએ કંપની સાથે પરામર્શ કર્યો હતો, તેમ છતા કોઈ સંતોષ કારક પ્રતિભાવ ન મળતા આખરે લેબર કોર્ટમાં કેશ દાખલ કરતાં કોર્ટે ઇજાગ્રસ્ત શ્રમિક રોહિતકુમારને હાથમાં કાયમી ખોડ માટે વીમા કંપનીને આઠ લાખ પાસઠ હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો તેમજ ઇજાગ્રસ્ત શ્રમિક રોહિતકુમાર આઠ મહિના સુધી બેકાર બેઠો તેના અગિયાર હજાર રૂપિયા લેખે આઠ મહિનાના ભથ્થા પેઠે 88હજાર તેમજ દવા સારવારનો ખર્ચ મળી કુલ્લે નવ લાખ ચાલીસ હજાર એકસો પાંત્રીસ રૂપિયા માતબર આપવાનું સેટલમેન્ટ થતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની કડોદરા ખાતે આવેલી ઓફિસે ચેક અર્પણ કરવામાં આવતા પરપ્રાંતિય શ્રમજીવી રોહિત કુમાર સિંઘ ગદગદિત થઈ ગયો હતો અને તેમને મદદરૂપ થનાર ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની કોમર્શ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગની કડોદરા ની આખી ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
હમો આપને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની અલગ અલગ વિભાગની ટીમો સમગ્ર દેશ અને રાજ્યો લેવલે કાર્યરત છે, સ્થાપક ડો. સન્ની શાહ સાહેબના નેતૃત્વમાં માનવ અધિકાર હનન ને લગતા કાર્યોમાં અનેક તાલુકા, જીલ્લા, રાજ્ય અને દેશ વિદેશ કક્ષાએ મદદરૂપ થવાના અને જાગરુક કરવાના કાર્યો ચાલી રહ્યા છે, આમ જનતાને પોતાના હક અને અધિકાર મળે તેવા હેતુ સર કડોદરા સ્થિત કોમર્શ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના રાજ્ય પ્રમુખ દેવેન્દ્ર માળી ( દેવાભાઈ) ની આગેવાનીમાં ડો.સુનિલકુમાર ગામીત વેસ્ટ ઇન્ડિયા ઝોન પ્રમુખ અને તેમની ટીમના હસ્તે ઓફીસ ઓપનીગ થયા બાદ આજ દિન સુધી 24×7 સમય સેકડો મિલ કામદાર, શ્રમિકો, પીડિતોને માનવ અધિકાર ની ટીમ કડોદરા ના માનવ અધિકાર કાર્યકરો દ્વારા મદદરૂપ થવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે,
ગ્રામિણ ટુડે ન્યુઝ પરિવાર તરફથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલની કોમર્શ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગની કડોદરા ની આખી ટીમ નો શ્રમજીવી રોહિત કુમાર સિંઘને આર્થીક કટોકટી પરિસ્થિતિમાં મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત છે.
પત્રકાર: ફતેહ બેલીમ , સુરત .