Business

પોલિસી ધારકો 13 ભાષામાં વીમા કંપનીઓની ફરિયાદ કરી શકશે, IRDAIની આ નવી પહેલ વિશે જાણો :

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા (IRDAI) ગ્રાહકોની ફરિયાદોને સાંભળવા તેમજ તેના નિરાકરણની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા કટિબદ્ધ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ 

હવે પોલિસી ધારકો 13 ભાષામાં વીમા કંપનીઓની ફરિયાદ કરી શકશે, IRDAIની આ નવી પહેલ વિશે જાણો અમારા વિશેષ લેખમાં, 

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા (IRDAI) ગ્રાહકોની ફરિયાદોને સાંભળવા તેમજ તેના નિરાકરણની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક નવી Grievance Redressal Mechanism શરૂ કરવા જઇ રહ્યું છે. આ નવા ફરિયાદ નિવારણ કેન્દ્ર અંતર્ગત ગ્રાહકો સ્થાનિક ભાષામાં પણ ફરિયાદ દાખલ કરી શકશે. હવે ટૂંક સમયમાં પોલિસીધારકો 13 ભાષામાં વીમા કંપનીઓને ફરિયાદ કરી શકશે. સૂત્રોનુસાર 2011માં શરૂ કરાયેલી ફરિયાદ નિવારણની આ સિસ્ટમને ગ્રાહકો માટે વધુ સુવિધાજનક બનાવવાના હેતુસર આ પહેલની શરૂઆત કરાઇ છે.

આ સિસ્ટમનું નામ બદલીને ‘વીમા ભરોસા’ કરાશે. વિભિન્ન સંસ્થાઓ વિરુદ્વ ફરિયાદ દાખલ કરવાથી માંડીને તેના નિવારણ સુધીના દરેક તબક્કાઓ પોર્ટલ પર હશે. તેનાથી પોલિસીધારકોને સરળતા રહેશે.

નવી સિસ્ટમ અંતર્ગત આ રીતે કામ થશે:

નવી ફરિયાદ નિવારણ સિસ્ટમનું નામ હવે બદલીને ‘વીમા ભરોસા’ રાખવામાં આવશે. સૂત્રો અનુસાર ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું નવું પોર્ટલ ઓનલાઇન ફરિયાદો દાખલ કરવા તેમજ તેના પર ટ્રેકિંગ કરવાનું એક માધ્યમ બનશે. સાથે જ વીમા કંપનીઓ દ્વારા ફરિયાદોના નિવારણ માટે લેવાતા પગલાં પર પણ નજર રાખશે.

આઠ કંપનીઓની માર્કેટ કેપ 98,234 કરોડ વધી:

ટોચની 10માંથી આઠ કંપનીઓની માર્કેટ કેપ ગત સપ્તાહે 98,234 કરોડ રૂપિયા વધી હતી. ઇન્ફોસિસની 28,170 કરોડ, ટીસીએસની 23,582 કરોડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 17,048 કરોડ, ICICI બેંકની 13,861 કરોડ રૂપિયા વધી. LICની 6,008 કરોડ અને બજાર ફાઇનાન્સની 5,709 કરોડ રૂપિયા વધી હતી. HDFCની વેલ્યુએશન ઘટી હતી.

28 કંપનીઓ IPOથી 45,000 કરોડ એકત્ર કરશે: 

સેબીએ એપ્રિલથી જુલાઇની વચ્ચે 28 કંપનીઓના IPOને મંજૂરી આપી છે. આ કંપનીઓ 45,000 કરોડ રૂપિયા એકત્ર કરશે. તેમાંથી 11 કંપનીઓએ 33 હજાર કરોડથી વધુની રકમ એકત્ર કરી છે. તેમાંથી અંદાજે 21 હજાર કરોડથી વધુ રકમ માત્ર LICએ જ એકત્ર કરી હતી. જ્યારે અન્ય કંપનીઓ હજુ પણ માર્કેટમાં સ્થિરતા માટે પ્રતિક્ષા કરી રહી છે. LICના રોકાણકારોને મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. ગત નાણાં વર્ષમાં 52 કંપનીઓએ 1.11 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button