ડેડીયાપાડા થી છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામમાં નાસતો ફરતા આરોપી ઝડપાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા થી છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામમાં નાસતો ફરતા આરોપીને એલ.સી.બી. નર્મદા પોલીસના હાથે ઝડપાયો:
છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને ડેડીયાપાડા ખાતેથી એલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે , જેમાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે સાગબારા પો.સ્ટે.નો છેલ્લા દશ વર્ષથી પ્રોહીબીશનના ગુનાના કામે નાસતો-ફરતો આરોપી મગનભાઇ ઉર્ફેમોગીયો કાલીદાસ વસાવા (રહે. ઉમરાણ તા.ડેડીયાપાડા
જી.નર્મદા)નો સાગબારા પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો હોય જેને એલ.સી.બી. ટીમ મારફતે ડેડીયાપાડાના ઉમરાણ ગામેથી ઝડપી ડેડીયાપાડા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.પોલીસ નર્મદા કાયદેસરની કાર્યવાહી કરી ગુનાના કામે સાગબારા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.