પ્રાથમિક શાળા નાની ચીખલી ખાતે આંતરરાષ્ટ્રિય મહીલા દિવસની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રાથમિક શાળા નાની ચીખલી ખાતે આંતરરાષ્ટ્રિય મહીલા દિવસની ઉજવણી કરાઈ:
ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા: આજરોજ વ્યારા તાલુકાના નાની ચીખલી ગામની પ્રાથમિક શાળા ખાતે corteva Agriscience કંપની દ્વારા વિશ્વ મહિલા દિવસ-2025 ની ઉજવણી કરવામાં આવી હતી. કોર્ટવા એગ્રીસાયન્સ કંપની એ હાયબીડ બિયારણ બનાવતી દેશની અગ્રણી કંપની છે જેમણે વર્ષ 2023 મા 50 વર્ષ ખેડુતો ની સેવા અને સંશોધન ક્ષેત્રે સફળતા પૂર્વક પુર્ણ કર્યાં હતા.
આતરરાષ્ટ્રિય મહીલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સશક્તિ કરણ, મહિલા જાગૃતિ, આરોગ્ય અને સ્વછતા વિષય પર સંભોધન આપવામાં આવ્યું હતુ, કાર્યક્રમના પ્રાંસગિક ઉદબોધન મા સફળ મહિલાઓની પ્રેરણાદાય બાબતો મહેમાનો દ્વારા વર્ણન કરવામા આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે એક સદી કરતાં પણ વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકો 8 માર્ચને ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે.
1910માં ક્લેરા જેટકીન નામનાં મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નો પાયો નાખ્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ કામદારોના આંદોલનમાંથી થયો હતો, જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી તરીકે માન્યતા આપવામાં આવી હતી.
આ દિવસને ખાસ બનાવવાની શરૂઆત 115 વર્ષ પહેલાં એટલે કે 1908માં થઈ હતી, જ્યારે લગભગ પંદર હજાર મહિલાઓએ ન્યૂયૉર્ક શહેરમાં એક પરેડ કાઢી હતી. તેમની માગ હતી કે મહિલાઓના કામના કલાકો ઘટાડવા જોઈએ. પગાર સારો હોવો જોઈએ અને મહિલાઓને પણ મતદાનનો અધિકાર મળવો જોઈએ.
નાની ચીખલી ગામની પ્રાથમિક શાળા ખાતે corteva Agriscience કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025 ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કંપનીના સ્ટાફ વિમલભાઈ પટેલ (ટેરેટરી સેલ્સ મેનેજર) સાગર ચોધરી (MDR) નીરવ ગામીત (MDR) સહીત સરપંચ શ્રીમતી સંગીતા બેન ડી. ગામીત, આરોગ્ય કર્મી દક્ષાબેન ચૌધરી, કવિતાબેન ગામીત (આશા વર્કર સુપરવાઈઝર) કપિલાબેન ગામીત આંગણવાડી વર્કર સહીત
મોટી સંખ્યામાં બાળકો, ગામજનો વાલીઓએ આજના કાર્યક્રમમા ભાગ લીધો હતો.