Breaking News

બોરીગાવઠા ગામની સીમમાં રસ્તાની સાઈટે વિજ પુરવઠા માટેની આખી લાઈન વેરવિખેર હાલતમાં : તંત્ર બેધ્યામાં

શ્રોત: ગ્રામીણ ટુડે 24×7 વેબ પોર્ટલ

બોરીગાવઠા ગામની સીમમાં રસ્તાની સાઈટે વિજ પુરવઠા માટેની આખી લાઈન વેરવિખેર હાલતમાં : તંત્ર બેધ્યામાં

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બોરીગાવઠા ગામે ખેતીવાડીની વીજ કનેક્શનની લાઈન રસ્તાની સાઈટે જમીન પર પડેલી હાલતમાં જોવા મળી રહી છે. તેમજ વીજ કનેક્શન માટેના થાંભલાઓ વેરવિખેર થયેલા જોવા મળી રહ્યા છે. થાંભલે તાણવામાં આવેલી તાર તૂટેલી અને ઝાડોને બાંધેલી જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ ઉભાં કરાયેલ વિજ લાઈનને હજી છ મહિના પણ થયા નથી. અને બે મહિના પહેલા વીજ થાંભલાઓ પડી ગયા હતા. છતાં પણ સાપુતારા DGVCL ના અઘિકારીઓ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

પહેલા જ ચોમાસાના વરસાદમાં થાંભલાઓ પડી જતા સાપુતારા DGVCL અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button