South Gujarat

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ગાંધીનગર દ્વારા સાપુતારા ખાતે હસ્તકલા સેવા સેતુ યોજના હેઠળ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ગાંધીનગર દ્વારા સાપુતારા ખાતે હસ્તકલા સેવા સેતુ યોજના હેઠળ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો:

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન-ગાંધીનગર (EDII) દ્વારા, હસ્તકલા સેવા સેતુ યોજના અંતર્ગત સંકળાયેલ કારીગરોને બજાર વ્યવસ્થા પુરી પાડવાનાં હેતુસર, તારીખ ૧૪/૮/૨૦૨૪ થી તારીખ ૨૩/૮/૨૦૨૪ દરમિયાન ‘મોન્સૂન ફેસ્ટિવલ’ માં હસ્તકલાના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે.

નોટિફાઇડ એરિયા કચેરીના નાયબ મામલતદાર શ્રી પી.વી.પરમાર અને હસ્તકલા સેવા સેતુ યોજનાના મેન્ટર શ્રી પ્રહલાદભાઇ વણકર દ્વારા દીપ પ્રાગટ્ય કરી, આ સ્ટોલ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

સાપુતારા ખાતે આશરે ૫૦ જેટલા સ્ટોલ્સના માધ્યમથી, અહીં આવતા પ્રવાસીઓ વાંસ બનાવટ, માટીની બનાવટ, હાથભરત, લટકણ, ટેરાકોટા, હાથથી બનાવેલ જ્વેલરી, નાગલી એગ્રો પ્રોડક્ટ, ઝરી જરદોઝી, ખાદી કુર્તી વિગેરે જેવી હસ્તકલાની ચીજવસ્તુઓ નિહાળીને ખરીદી કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button