ભૂતકાળમાં થયેલ ભૂલને કારણે પતિ માનસિક ત્રાસ આપતા મહિલાએ 181 અભયમ ટીમની મદદ માંગી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ભૂતકાળમાં થયેલ ભૂલને કારણે પતિ માનસિક ત્રાસ આપતા મહિલાએ 181 અભયમ ટીમની મદદ માંગી:
સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના રાજપીપળાના એક વિસ્તારમાંથી એક મહિલાનો 181 અભયમમાં કોલ આવેલ અને જણાવે છે, કે ભૂતકાળમાં મારાથી એક ભૂલ થયેલ કે એક પુરુષ સાથે મારે અનૈતિક સંબંધ હોય જેની જાણ મારા પતિને થતાં અમારા વચ્ચે ઝગડો શરૂ થયેલ, પરંતુ અત્યારે મારે કોઈ પણ પુરુષ સાથે એવા કોઈ પણ સંબંધ નથી, તેમ છતાં એ જ વાત ને લઈને મારા પતિ મને શારીરિક, માનસિક ત્રાસ આપે છે, વ્યસન કરીને અપશબ્દ બોલે છે, તેથી કાયમના કકળાટ, કંકાસથી કંટાળી આખરે પતિને સમજાવવા માટે 181 મહિલા અભ્યમ નર્મદાની મદદ માંગેલ અને તેમ આ મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું.
તેથી 181 ટીમે મહિલાના પતિને બહારથી ઘરે બોલાવી સમજાવેલ કાયદાકીય સમજ આપેલ, ઘરમાં પોતાનું નાનું બાળક હોય તેને ધ્યાનમાં રાખી ભૂતકાળમાં થયેલ ભૂલને કારણે કંકાસ કરી વર્તમાન ખરાબ ન કરવા સમજાવેલ હતુ,
તેથી મહિલાના પતિ સમજી ગયેલ બીજી વાર હેરાનગતિ નહી કરે અપશબ્દ પણ નહી બોલે તેમજ માનસિક ત્રાસ નહી આપવા માટેની ખાતરી આપેલ છે.
આમ 181 ટીમ નર્મદા દ્વારા બંને પતિ પત્ની વચ્ચે અસરકારક કાઉન્સેલિંગ દ્વારા સુમેળભર્યા સંબંધ સ્થાપિત કરી સમાધાનની દિશા અપનાવેલ.