માતા પાસેથી છીનવાઈ ગયેલ ૫ માસ નું બાળક ને ફરી માતાને સોંપતી મહિલા અભ્યમ ૧૮૧ ટીમ ડાંગ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
ડાંગ જીલ્લાની એક માતા પાસેથી પરિવારે છીનવી લીધેલ ૫ માસ નું બાળક ને ફરી માતાને સોંપતી મહિલા અભ્યમ ૧૮૧ ટીમ ડાંગ:
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં રહેતી એક પીડિત મહિલાએ ૧૮૧ પર કોલ કરી જણાવેલ કે તેમના લગ્ન ને ૨ એક વર્ષ થયેલ છે અને છેલ્લા ત્રણ દિવસ દિવસ થી તેઓ અલગ રહે છે મહિલા ને મળતા જાણવા મળેલ કે તેમના પતિ રોજ દિવસ દારૂ નું વ્યસન કરી ઘરે આવે છે મહિલા કંઈ પણ સમજાવવા જાય એટલે એમને ઘર માથી કાઢી મુકવાની ધમકી આપતા અને છૂટા છેડા આપવાની અવર નવર ધમકી આપતા હોવાથી તેઓ છેલ્લા ત્રણ દિવસ થી તેઓ તેમના પિયર માં નીકળી ગયેલ અને એ સમય દરમિયાન તેમના પતિ દારૂ નું વ્યસન કરી આજ રોજ તેમનું ૫ માસ નું બાળક લઈ નીકળી આવેલ અને મહિલા ને તેઓએ ધમકી આપતા કે “ઘરે આવતી ની અને બાળક પણ આપીશ નઈ” જેથી ૧૮૧ ની મદદ માગેલ ૧૮૧ ટીમ ના કાઉન્સેલર દિપીકાબેન તેમજ કોસ્ટેબલ ચંદનબેન આવી તેમનું કાઉન્સિલિંગ કરી તેમના પતિ ને કાયદાકીય માહિતી આપેલ છે તેમજ સ્ત્રી ના અધિકારો વિશે માહિતી આપેલ અને બંને પક્ષ ને સમજાવી બાળક ને માતા પિતા સાથે રહેશે અને પતિ એ એની ભૂલ સ્વીકારી માફી માગેલ છે અને હવે પછી દારૂનું વ્યસન નઈ કરે અને બાળક તેમજ પત્ની ને સારી રીતે રાખશે જેની બહેદરી આપેલ આમ ૧૮૧ ની ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવેલ છે.
પત્રકાર:રામુભાઈ માહલા , આહવા (ડાંગ)